• ફેબ્રીકેશનનું સ્ટ્રક્ચર તૂટી પડતા 18 શ્રમિક નીચે પટકાયા: ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ ટીઆરપી ગેમઝોનનો ગોઝારી ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે મુંદ્રામાં વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં ચીમની રીપેર કરવા ખડકાયેલો ફેબ્રીકેશનનો સ્ટ્રક્ચર તૂટી પડતા 18 શ્રમિકો નીચે પટકાયા છે. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, એક મહિલા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે જયારે ચાર શ્રમિકોની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઔધોગિક નગરી મુન્દ્રા પાસેના ભદ્રેશ્વર સ્થિત નીલકંઠ સ્ટીલ કંપનીમાં મંગળવાર સાંજે લોખંડની ચેનલના સેડ નિર્માણના કાર્ય માટે બનાવાયેલો માચડો તૂટી પડતા 18 જેટલા પરપ્રાંતીય મજૂરો નીચે પટકાયા હતા. નીચે પતકાયેલા મજૂરો પૈકી 1 મહિલા કામદારનું મૃત્યુ નિપજ્યું છે. જયારે ચાર જેટલાં શ્રમિકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સારવાર હાલ અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે મુન્દ્રા મરીન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર મુંદ્રાના વડાલા ગામ નજીક બાંધકામ નિર્માણમાં વપરાતાં ટીએમટી સળિયા બનાવતી નીલકંઠ સ્ટીલ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક સ્ત્રી કામદારનું મોત નીપજ્યું છે જ્યારે 18 કામદારોને ઇજા ઈજા પહોંચી છે.

અચાનક કામચલાઉ માંચડો (ફેબ્રિકેશન સ્ટ્રક્ચર) તૂટી પડ્યો હતો. દુર્ઘટનામાં પાયલબેન ધર્મેન્દ્ર મોરિયા નામની મધ્યપ્રદેશની શ્રમિક યુવતીનું મોત નીપજ્યું છે. માંચડા સાથે નીચે પટકાયેલાં અન્ય 18 કામદારોને ઈજાઓ થતાં તમામને ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલ સહીતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. મોટાભાગના ઈજાગ્રસ્તોમાં પરપ્રાંતીય સ્ત્રી-પુરુષ શ્રમિકોનો સમાવેશ થાય છે. દુર્ઘટનાના પગલે ફેક્ટરીઓમાં લેબર સેફ્ટી અંગે જવાબદાર સરકારી તંત્રો દ્વારા ચાલતી બેદરકારીનો મુદ્દો પણ ચર્ચાની એરણે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં વડાલાની નીલકંઠ સ્ટીલ નામની કંપનીમાં લોખંડનો પ્લેટફોર્મ તૂટવાની ગોઝારી ઘટના બની હતી. સમગ્ર બાબતે મુન્દ્રા મરીન પીએસઆઈ નિર્મલસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે, ઊંચા કેલનને સમાંતર બનેલા પ્લેટફોર્મ ઉપર શ્રમિકો વેલ્ડિંગ ઉપરાંત મજુરી કામ કરતા હતા. ત્યારે અચાનક બન્ને સાઈડના રોડ તુટી જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. દરમિયાન પ્લેટફોર્મ ઉપર અને નીચે કામ કરી રહેલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના સમયે પ્લેટફોર્મ નીચે કામ કરી રહેલ પાયલબેન ધર્મેન્દ્ર મોર્યાનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત થયું હતું. આ ઉપરાંત અન્ય 18 જેટલા શ્રમિકોને ઈજાઓ પહોચતા તાત્કાલિક અસરથી આદિપુર સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાંથી ચારને સ્ટર્લીંગ હોસ્પીટલના આઈસીયુ વિભાગમાં અને આઠને સામાન્ય ઈજાઓ સાથે જનરલ વોર્ડમાં સારવાર તળે રખાયા છે. ઉપરાંત અન્ય 6 ઘાયલોને ડિવાઇન લાઈફ અને રામબાગ હોસ્પિટલમાં સારવાર તળે રખાયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે,બે દિવસ અગાઉ ખાનગી પાર્ટીને ચોવીસ શ્રમિકોનો કોન્ટ્રાકટ મળ્યો હતો. અને તે પૈકી અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે.

ફેબ્રીકેશન સ્ટ્રક્ચર પર ક્ષમતાથી વધુ શ્રમિકોને ચડાવી દેતા તૂટી પડ્યાનું પ્રાથમિક તારણ

મુન્દ્રા મરીન પીઆઇ નિર્મલસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરતા 15 જેટલા શ્રમિકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી 4 મજૂરને અદિપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાકીદની સારવાર અપાઈ રહી છે. ઘટનાના કારણ વિશે કહ્યું કે લોખંડની ચેનલના સેડ નિર્માણ

કાર્ય માટે તૈયાર કરાયેલા ઊંચા પ્લેટફોર્મ(માંચડા) ઉપર મર્યાદા કરતા વધુ સંખ્યામાં શ્રમિકો જોડતા વધુ પડતી સંખ્યાથી વજન વધી જતાં પ્લેટફોર્મ તૂટી પડ્યું હતું.

વધુ એક મહિલા શ્રમિક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોવાનો અહેવાલ

ખાનગી હોસ્પિટલના આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ડીવાઇન લાઈફ કેર હોસ્પિટલમાં 1 જરનલ વોર્ડમાં જ્યારે 4 મજૂરને આઇસીયુમાં દાખલ કરાયા છે, એક મહિલા કામદારના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલના અલ્પેશ દવેએ કહ્યું કે અહીં 4ની હાલત નાજુક જણાતા આઇસીયુમાં દાખલ

કરાયા છે જ્યારે 8ને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સૂત્રોમાથી મળતી વિગત મુજબ એક મહિલાની સ્થિતિ અત્યંત નાજુક હોય જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.