કોલેજે જવા નિકળેલી વિદ્યાર્થીનીને કાળ ભેટયો: હિટ એન્ડ રનની ઘટનાથી નાસભાગ: મહિલા કાર ચાલક સામે નોંધાતો ગુનો

રાજકોટમાં પંચાયત ચોક ખાતે કારની લેડિઝ ચાલકે ચાલીને જતી બે વિદ્યાર્થીનીને ઠોકરે લેતા એકનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું. જયારે અન્ય વિદ્યાર્થીનીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ અમરેલી મોણપર ગામની ગોપી અશ્ર્વિનભાઈ પડસાલા નામની ૧૮ વર્ષીય યુવતી અને જૂનાગઢના મેવાસા ગામની ચાર્મી વિઠ્ઠલભાઈ વઘાસીયા નામની ૧૮ વર્ષીય યુવતી અને રાજકોટની નેન્સી સાપરીયા નામની યુવતી રાબેતા મુજબ ચાલીને કોલેજ જવા માટે નિકળી ત્યારે પંચાયત ચોક પાસે જીજે૦૩એફકે-૧૮૫૪ નંબરની લેડિઝ કાર ચાલકે ચાર્મી અને ગોપી નામની યુવતીને ઠોકર મારતા ગંભીર રીતે ઘવાયેલી ચાર્મીનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું. જયારે ગોપીને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

02 4વધુ વિગત મુજબ મૃતક ચાર્મીબેન વઘાસીયા મુળ જૂનાગઢના મેવાસા ગામની રહેવાસી હોય પિતા વિઠ્ઠલભાઈ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે ચાર્મીબેન વઘાસીયા મહિલા કોલેજમાં બીસીએ અભ્યાસ માટે આવ્યા હતા. યુનિવર્સિટી રોડ નજીક બોમ્બે હાઉસીંગ સોસાયટી પાસે રૂમ ભાડે રાખી રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

જયારે તેમની સાથે અભ્યાસ કરતા ગોપીબેન અશ્ર્વિનભાઈ પડસાલા પણ મુળ અમરેલીના માણપર ગામની વતની હોય તેઓ પણ ચાર્મીબેન સાથે મહિલા કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતા હોય તેમના પિતા માણપર ગામે કરિયાણાની દુકાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું.

Screenshot 6 4નિત્યક્રમ અનુસાર આજરોજ ચાર્મીબેન અને ગોપીબેન રૂમ પરથી કોલેજ તરફ જઈ રહ્યાં હતા ત્યારે યુનિવર્સિટી રોડ નજીક પંચાયત ચોક પાસે પહોંચ્યા ત્યારે પાછળથી જીજે૦૩એફકે-૧૮૫૪ નંબરની લેડિઝ કાર ચાલકે ઠોકર મારી હતી. કારની ઠોકરે ગંભીર ઈજા થતાં જ ચાર્મીબેનનું ઘટના સ્થળ પર મોત નિપજયું હતું. જયારે ગોપીબેનને ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે તેમની સાથે રહેલા નેન્સીબેનનો ચમત્કારીક બચાવ થયો હતો.

રાજકોટ પંચાયત ચોકમાં અકસ્માત થતાં જ લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડયા હતા. યુનિવર્સિટી પોલીસમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેમના પરિવારજનોને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

003

અકસ્માતના પગલે જ યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ હરદેવસિંહ, હેડ કોન્સ. ભગીરથસિંહ જશવંતસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચાર્મીબેન વઘાસીયાના આકસ્મીક મોતથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.