સોશ્યલ મિડીયામાં થયેલી કોમેટ અને જૂની અદાવતના કારણે સામસામે સશસ્ત્ર અથડામણનો બંને પક્ષે ૩૧ સામે ગુનો નોંધાયો’તો
ટંકારાના દવાખાના રોડ પર એક સપ્તાહ પૂર્વે સોશ્યલ મિડીયામાં થયેલી કોમેટ અને જૂની અદાવતના કારણે બે જૂથ્થ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં પોલીસે ૩૧ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.
ટંકારાના દવાખાના રોડ પર થયેલી અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા સુલેમાન મુસા શમા નામના ૭૫ વર્ષના વૃધ્ધનું સારવાર દરમિયન અહીંની હોસ્પિટલમાં મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથધરી છે.
ટંકારામાં બે જૂથ્થ વચ્ચે ચાલતી અદાવત અંગે સમાધાન થયા બાદ અલ્તાફ નાયક નામનો યુવાન ગત તા.૪ ફેબ્રુઆરીએ બાઇક લઇને પાન ખાવા ગયો ત્યારે તેને ઘર પાસેથી બાઇક ધીમે ચલાવવા અંગે ઇબ્રાહીમ ઉર્ફે ઇભુ ઇસા અબ્રાણી, સિરાજ ઇભુ, કાસમ ઇભુ, મામદ મુસા, હનિફ મામદ, સલીમ કાસમ અબ્રાણી, મામદ અમીશા ભંગુર સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. જ્યારે અલ્તાફ ગફાર નાયક જૂથ્થે પણ વળતો હુમલો કર્યો હતો. પોલીસે હત્યાની કોશિષનો ગુનો ૩૧ શખ્સો સામે નોંધી તપાસ હાથધરી હતી. પોલીસે ૧૨ જેટલા શખ્સોની અટકાયત કરી હતી તે દરમિયાન સુલેમાન મુસા શમાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.