યુવતીને ભગાડી જવાના પ્રશ્ને ખૂની ખેલ ખેલાયો : મહિલા સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
અબતક,ઋષિ મેહતા
મોરબી
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે દીકરી ભગાડી જવાની વાતો કરતા આ મામલે બે કુટુંબીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી બાદ મામલો મારામારી સુધી પહોંચતા પાંચ લોકોને ઈજા પહોચી હતી જેમાં યુવાનનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામનો બાલુભાઈ લાભુભાઈ કોઢીયા જેતીબેનના દિયર બાબુભાઈ નરશીભાઈની દીકરી ભગાડી જવી છે તેમ બારોબાર વાતો કરતો હોય જે બાબતે બાલુભાઈ લાભુભાઈ તથા દિયર બાબુભાઈ નરશીભાઈને બોલાચાલી ઝધડો થયેલ જેમાં ધારદાર હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો પંચાસિયા ગામના બાલુ લાભુ કોઢિયા નામના શખ્સ તથા તેની સાથે આવેલા આઠથી નવ શખ્સો દ્વારા પંચાસિયા ગામમાં રહેતા રાજુ વલ્લભ કોઢિયા અને તેના પરિવાર ના છ લોકો પર ઘાતક હુમલો કરતા રાજુ કોઢિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને પરિવારના અન્ય લોકો વલ્લભ નરશી કોઢિયા, અને બાબા નરશી કોઢિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર અર્થે પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ સભ્યો દકુ વલ્લભ કોઢિયા ,હરેશભાઇ બબાભાઈ કોઢિયા અને જ્યોતિબેન વલ્લભભાઈ કોઢિયાને ઈજાઓ પહોંચી હતી તેઓને વાંકાનેર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.વાંકાનેરના પંચાસીયા ગામે રહેતા જેતીબેન વલ્લભભાઈ કોઢીયા (ઉ.વ.50) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.મોડી રાત્રે બનેલા જૂથ અથડામણ ના બનાવની જાણ થતાં જ મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, વાંકાનેર તાલુકા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.