જમ્મૂ-કાશ્મીરમાં સીમા પારથી પાકિસ્તાને ગઈ કાલે રાતે ફરી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. અરણિયા અને સાંબા વિસ્તાર પછી ગઈ કાલ રાતથી આરએસપુરા અને કઠુઆમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
બુધવારે સવારે કઠુઆ જિલ્લાથી હીરાનગરમાં સીમા પારથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન અહીંના લોંદી વિસ્તારમાં રામ પૉલ નામના એક વ્યક્તિને ગોળી વાગી હતી. તેને સારવાર માટે જમ્મૂ-કાશ્મીરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. ત્યાં તેનું મોત થયું છે.
One dead, two injured after heavy shelling from Pakistan in Kathua’s Hiranagar sector. #JammuAndKashmir pic.twitter.com/AoX19bBEHN
— ANI (@ANI) May 23, 2018
પાકિસ્તાન તરફથી થઈ રહેલા ફાયરિંગના કારણે અંદાજિત 40 હજાર લોકોએ સ્થળાંતર કર્યું છે. તે લોકોએ સુરક્ષીત કેમ્પ અથવા સંબંધીઓના ઘરે આશ્રય લીધો છે. પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com