ગઈકાલના રોજ સૌરાષ્ટ્રમાં અચાનક જ વાતાવરણ પલટાયેલ જોવા મળ્યું હતું.અનેક જિલ્લા અને તાલુકાઓમાં વાવાઝૉડાની સાથે બરફના કરા પણ પડ્યા હતા. ત્યારે પડધરી તાલુકામા કમોસમી વરસાદની સાથે વાવાઝોડને કારણે વાવાઝોડામાં ખાખડાબેલા ગામના મંગુબેન કાનજીભાઈ રંગપરા વાડીમાં મજુરી કામ કરીને ઝાડ નીચે જમવા બેઠા હતા ત્યારે વાવાઝોડું આવતાની સાથે ઝાડ ધરાસય થતા મંગુબેન કાનજીભાઈ રંગપરાની ઉપર પડતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું.
ગામના આગેવાનોને જાણ થતા તુરંત જેસીબી લય ને વાડી પહોચ્યા હતા જેસીબીથી ઝાડની નીચે થી બહાર કાઢવામાં આવ્યા હતા તુરંત 108 મારફત દ્વારા પડધરી સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.