પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જામનગરમાં રણજીતસાગર રોડ પર સાધના કોલોની પાસે પુરપાટ વેગે દોડતી કારે બાઇકને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં દંપતિ ખંડિત થયુ છે જેમાં બાઇકસવાર મહીલાને ગંભીર ઇજા પહોચતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે બાઇકચાલક પતિ અને પુત્રીને ઇજા પહોચતા તેને સારવાર અર્થે ખસેડાયા હતા.અકસ્માતના આ બનાવના પગલે કાર ચાલક વાહન સાથે નાશી છુટયાનુ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં રહેતા દિવ્યેશભાઇ પટેલ નામનો યુવાન પોતાના બાઇક પાછળ પત્ની પુનમબેન અને પુત્રી ક્રિશા(ઉ.વ. ૦૬)ને બેસાડીને શુક્રવારે સાંજે રણજીતસાગર રોડ પર સાધના કોલોની પાસેથી પસાર થઇ રહયા હતા જે વેળાએ પુરપાટ વેગે દોડતી એક કારે આ બાઇકને ઠોકરે ચડાવી ગમખ્વાર અકસ્માત નિપજાવ્યો હતો. જે અકસ્માતમાં બાઇકસવાર દંપતિ અને તેની માસુમ પુત્રી ત્રણેય ફંગોળાઇ રોડ પર પટકાયા હતા.

જેમાં બાઇકસવાર પુનમબેનને માથામાં ગંભીર ઇજા પહોચતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે બાઇકચાલક દિવ્યેશભાઇ અને તેની પુત્રી ક્રિશાને પણ ઇજા પહોચતા તાકીદે ૧૦૮ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જીતેન્દ્ર બાબુલાલ કાછડીયાની ફરીયાદ પરથી પોલીસે કારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતમાં માસુમ બાળકીને પણ ગંભીર ઇજા પહોચ્યાનુ બહાર આવ્યુ છે.પોલીસે કારના નંબરના આધારે અકસ્માત સર્જી નાશી છુટેલા કાર ચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.