દેશના પંદર શહેરોની ર૦૦૪ મહિલાઓ વચ્ચે ટ્રુકોલર દ્વારા સર્વે: ભારતમાં એક અઠવાડીયામાં ૩૬ ટકા મહીલાઓ ફોન-મેસેજ દ્વારા અભદ્ર ટીપ્પણી અને છેડતીનો ભોગ બને છે

આજે વિશ્વ મહિલા દીન છે. દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પુરૂષ સમોવડી બની છે. પરંતુ હજુ ઘણાં ખરા ક્ષેત્રો એવા છે જયાં સ્ત્રીઓની ઉપેક્ષા કરાય છે. દરેક સ્ત્રીમાં દુર્ગાનો અંશ ગણાય છે. તેની સાથે છેડતી થાય છે બળાત્કાર જેવા કુદરત વિરુઘ્ધના કૃત્યો છે. આ પ્રમાણ ભારતમાં વઘ્યું છે. દર ત્રણે એક મહીલા અભદ્ર કોલનો શિકાર બને છે.

ભારતમાં એક અઠવાડીયામાં ૩૬ ટકા મહીલાઓને અયોગ્ય અને છેડતી કર્યાના અભદ્ર ફોન, મેસેજ આવે છે. આ ઘટસ્ફોટ તાજેતરમાં કોમ્યુનીકેશન એપ્લીકેશન ટુકોલરે કરેલા સર્વેમાં થયો છે.

સ્ત્રીઓ સાથે ફોન, મેસેજ દ્વારા થતી છેડતી વિશે ટુકોલરે સર્વે કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે ૭૮ ટકા મહીલાઓને શારીરિક અને જાતિ વિષયક છેડતી કરતા અભદ્ર ફોન આવે છે જયારે ૮ર ટકા મહીલાઓને અભદ્ર વિડીયો અને ફોટાઓ કોઇ જાણીતી અથવા અજાણીતી વ્યકિતઓ દ્વારા મોકલાય છે. આ આંકડા છેલ્લા એક અઠવાડીયાના છે.

સરેરાશ ગણીએ તો, ભારતમાં ૧૮ મહીલાઓ સાથે આ પ્રકારે છેડતી થાય છે. સર્વેમાં ૬૨ ટકા મહીલાઓ એવી નોંધાઇ છે. કે જેમણે આવા આવારા તત્વો વિરુઘ્ધ પગલાઓ લીધા હોય તેમાંથી ૬૫ ટકા મહીલાઓએ કહ્યું કે તેઓ આવા નંબરોને બ્લોક કરી નાખે છે જયારે અન્ય ૪૮ ટકા મહીલાઓએ કહ્યું કે તેઓ કોલ બ્લોકીંગ એપને ઇન્સ્ટોલ કરી આવા ફોન રીસીવ કરતી નથી.

જયારે માત્ર ૧૦ ટકા મહીલાઓ એવી નોંધાઇ છે કે જેમણે આ અભદ્ર મેસેજ ફોન કરનારા વિરુઘ્ધ પોલીસ ફરીયાદ કરાવી હોય, ટુકોલર દ્વારા આ સર્વે ર૦ જાન્યુઆરીથી રર ફેબ્રુઆરી સુધી ૧પ શહેરોની ર૦૦૪ મહીલાઓ વચ્ચે કરાયો હતો. ખરેખર આવા આવારા તત્વો વિરુઘ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. અને આ અભદ્ર કોલ મેસેજનો ભોગ બનનાર મહિલાઓએ પોલીસનો સહારો લઇ તેને સજા ફટકારવી જોઇએ. જો આવી રીતે ચુપ જ બેસી રહીશું તો ભોગવવાનો જ વારો આવશે. આથી દેશની મહીલાઓએ સશકત બની એક રાગ થઇ આવા તત્વો વિરુઘ્ધ કાર્યવાહી કરવી જોઇએ.ભારતમાં મહિલાઓને પુરૂષો કરતા ર૦ ટકા ઓછું વેતન

ભારતમાં આવકની અસમાન વહેચણીનો એક જટીલ પ્રશ્ર્ન છે. ગરીબ ગરીબ બનતો જાય છે તો શ્રીમંત વધુને વધુ શ્રીમંત આ જટીલ સમસ્યાનો ભોગ મહીલાઓ પણ બની છે. વર્ગના આધારે તો ઠીક ભારતમાં તો જાતીના આધારે આવકની વહેંચણી થાય છે. એક તરફ સ્ત્રી શસકતીકરણની મસમોટી વાતો થાય છે. તો બીજી તરફ ભારતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને ૨૦ ટકા ઓછું વેતન મળે છે.

મોન્સ્ટર કોટકોમના એક અહેવાલમાં પ્રકાશીત થયું છે કે, ભારતમાં હાલનો આવકનો જાતિ રેશિયોમાં ર૦ ટકાનો તફાવત છે. પુરૂષને એક કલાકની સરેરાશ આવક રૂ. ૨૧ મળે છે તો મહીલાને ૧૪૮.૮૦ કામના અનુભવની સાથે ભારતમાં જાતીય રેશીયો વઘ્યો છે.કામમાં બે વર્ષનો અનુભવ ધરાવતા પુ‚ષને મહીલા કરતા ૭.૮ ટકા વધુ આવક મળે છે. જયારે ૬ થી ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા પુરૂષને ૧૫.૩ ટકા વધુ આવક મળે છે. આવી અસમાનતાઓ દુર થાશે પછી જ ભારત ખરા અર્થમાં વિશ્ર્વ મહીલા દીન ઉજવવામાં સક્ષમ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.