- 16% શાંત, ધીમું અને મક્કમ
- મનોવિજ્ઞાન ભવનની વિધાર્થીની વાણવી કાજલ અને વાજા ભાવનાએ 2160 લોકોની મનોવૃત્તિ પર સર્વે કર્યો જેમાં જુદા જુદા તારણો સામે આવ્યા
માનસિક બીમારી એ મગજને લગતો એક રોગ છે. મગજ દ્વારા જ આપણી વિચારવાની, સમજવાની અને નિર્ણય લેવાની ક્ષમતા નિયંત્રિત થાય છે. જો અહીં કંઈક ગડબડ થાય છે, તો તે આત્મ-નિયંત્રણની સતત ખોટ તરફ દોરી જાય છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 2160 લોકોના સર્વેના અહેવાલ મુજબ, સૌરાષ્ટ્રમાં દર આઠમો વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાય છે. જેમ કે, ચિંતા, તણાવ, ડિપ્રેશન વગેરે. આ સતત વધતી જતી સમસ્યાને ઉકેલવા માટે, આપણે બધાએ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. માનસિક બિમારીથી પીડિત વ્યક્તિની સમસ્યાઓને ભૂતપ્રેત, ગાંડપણ, માનસિક હુમલો, વાઈ વગેરે સમજીને ઘણા લોકો શરમ અનુભવે છે. અન્ય લોકોને ખબર ન પડે તેવા વિચારથી તેઓ ગુપ્ત રીતે વળગાડ મુક્તિ, મેલીવિદ્યા અને તંત્ર મંત્રોનો આશરો લે છે. તાંત્રિક અને લુચ્ચાઓ આ તેમની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે, જેના કારણે દર્દી અને તેના પરિવારના સભ્યો તેમની જાળમાં ફસાઈ જાય છે. પરિણામ એ આવે છે કે દર્દીની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે અને ઘણા કિસ્સામાં દર્દી ડિપ્રેશનને કારણે પોતાનો જીવ પણ ગુમાવે છે.
માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર વ્યાપક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ: ડો.યોગેશ જોગેશન
મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ કહે છે કે, સૌથી પહેલા આપણે માનસિક સમસ્યાઓથી પીડિત વ્યક્તિની સમસ્યાઓને સામાન્ય રોગ તરીકે સમજવાની જરૂર છે. જ્યારે આપણે કોઈ પણ સમસ્યાને રોગ માનીએ છીએ ત્યારે આપણે તાંત્રિક કે મેલીવિદ્યાના પ્રભાવમાં નહીં આવીએ. આપણે સમજવું પડશે કે, આ રોગની સારવાર દવાઓ, મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અથવા જો જરૂરી હોય તો, શસ્ત્રક્રિયા દ્વારા સચોટ રીતે કરી શકાય છે. ડો ધારા દોશી જણાવે છે કે, માનસિક બીમારી મગજને લગતો એક રોગ છે. આપણી વિચારવાની, સમજવાની અને નિર્ણય લેવાની ક્ષમતા મગજ દ્વારા નિયંત્રિત થાય છે. જો અહીં કંઇ પણ ગડબડ થાય, તો તે પોતાને નિયંત્રિત કરવાની ક્ષમતાને સતત ગુમાવવા તરફ દોરી જાય છે. આપણે શું કરી રહ્યા છીએ અને આપણી પ્રતિક્રિયા શું હોવી જોઈએ તે સમજવાની ક્ષમતા ગુમાવીએ છીએ. સમસ્યા એ છે કે, આપણા દેશમાં લોકો આ પરિસ્થિતિને ગાંડપણ અથવા ભૂતપ્રેત સંબંધિત સમસ્યા કહીને દૂર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ, પશ્ચિમી દેશોમાં એવું નથી. ત્યાં માનસિક બીમારીઓની આધુનિક વૈજ્ઞાનિક સમજ વિકસી છે. ત્યાં આ રોગો પર સઘન વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું હતું, જેના આધારે માનસિક રોગોની સારવાર માટે એક વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવવામાં આવી છે. માત્ર લાયકાત ધરાવતા ડોકટરો જ માનસિક બિમારીઓથી પીડિત દર્દીઓની અસરકારક સારવાર કરે છે. ઘણા કિસ્સાઓમાં, ડોકટરો આ રોગોને સમજવા માટે દર્દીઓ સાથે ઘણો સમય વિતાવે છે. કમનસીબે, આપણા દેશમાં પ્રશિક્ષિત ડોકટરોની અછત છે. પ્રશિક્ષિત ડોકટરોની અછત અને જાગૃતિના અભાવને કારણે, લોકોને વળગાડ, મેલીવિદ્યા અથવા લુચ્ચાઓનો આશરો લેવાની ફરજ પડે છે. લોકો તેમનાં શોષણનો શિકાર બને છે. અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ કહે છે કે, સમસ્યા એ છે કે આપણા સમાજમાં વળગાડ અને મેલીવિદ્યા કરનારાઓ સામે કોઈ સ્પષ્ટ પારદર્શક વલણ જોવા મળતું નથી. સ્પષ્ટ વલણના અભાવને કારણે, કેટલાક સ્થળોએ ખાસ કરીને નાના શહેરોમાં તેઓ તેમની પ્રવૃત્તિઓ માટે સામાજિક સ્વીકૃતિ મેળવે છે.
સર્વેમાં મળેલા જવાબો આ મુજબ હતા
-
આપની કાર્ય કરવાની શૈલી કેવી છે?
- 65% આવેગશીલ ઝડપથી કાર્ય શરૂ કરવું, કાર્ય પૂર્ણ થાય કે ના થાય તેની કોઈ જવાબદારી નહીં.
- 15% ચોક્કસ નિર્ધારિત, ધ્યેય, સમયસર કાર્ય શરૂ અને પૂર્ણ કરનાર
- 10% પદ્ધતિસરના કાર્ય કરવામાં ધીમા પરંતુ કાર્ય હંમેશા પૂર્ણ કરવું
-
તમારા મનની અવસ્થાઓ કેવી છે?
- 54% અશાંત, સરળતાથી વિચલિત, જિજ્ઞાસા ઉત્પન્ન કરનારું 27% જુસ્સાદાર, અડગ મન, સર્જનાત્મકતા, નવા-નવા વિચારોને કાર્ય કરનાર 18% શાંત, સ્થિર અને તાર્કિકતા
-
તમારો સ્વભાવ કેવો છે?
- 45% અસુરક્ષિત અનુભવ કરનાર, અધીરાપણું, હંમેશા લાગણીમુક્ત અને ભાવનાત્મક પ્રતિક્રિયા આપનાર, ઝડપથી આક્રોશમાં આવી જનાર 36% આક્રમક અને અધીરા, વર્ચસ્વ ધરાવનાર સ્વભાવ, નાપસંદ અને નાગમતી બાબત કે વ્યક્તિ તરફ ઉદ્ધતાઈ કે નફરતની તીવ્ર લાગણી, અસહનીય બાબતો મોઢે કહેનાર 19% જલ્દી ગુસ્સે ના થનાર, આરામદાયક, શાંત અને સહનશક્તિ ધરાવનાર
-
સંબંધો વિશે તમારું શું માનવું છે?
- 36% સંબંધોમાંથી અને પ્રેમમાંથી વારંવાર બહાર નીકળી જનાર, માફ કરવા અને ભૂલી જવાનું વલણ ધરાવનાર 40%લાંબા સમય સુધી દ્વેષ અને ઈર્ષ્યાભાવ રાખનાર, જે સંબંધમાંથી મુશ્કેલી સર્જાણી હોય તે અંગે લાંબા સમય સુધી વિચારનાર હોવું જોઈએ 22% માફ કરનાર, પરંતુ આંતરિક રીતે માફ ન કરનાર, સંબંધોમાં ઊંડાણપૂર્વક જોડાયેલા, પારિવારિક સલાહને હંમેશા સમજનાર હોવું જોઈએ
-
તમને સપના કેવા આવે છે?
- 46% બેચેન કરી દે તેવા, ઉડવાના, કુદવાના, ચડવાના અને દોડવાના સપના
- 41% મોટાભાગે ક્રોધ અને સંઘર્ષ સંબંધિત સ્વપ્ન
- 13% ઓછા સપના, રોમાન્સ, પાણી,અને સહાનુભૂતિ સંબંધિત સ્વપ્ન
-
સામાન્ય રીતે તમારું વર્તન અન્ય લોકો સાથે કેવું જોવા મળે છે?
- 45% અસ્થિર વર્તન, કહી ન શકાય
- 36% આલોચનાત્મક (ટીકાટીપણી) વર્તન
- 19% આત્મવિશ્વાસ સાથેનું વર્તન
-
સમસ્યા આવતા તમારા વર્તનમાં કેવા લક્ષણો જોવા મળે છે?
- 36% સમસ્યા અને પડકારો સામે લડવું
- 40% અધિરાઈપણું આવવું
- 24% અન્ય ઉપર ભાવનાત્મક રીતે આધારિત થવું
-
ન ગમતી પરિસ્થિતિ કે વ્યક્તિનો વિરોધ તમે કઇ રીતે કરી શકો છો?
- 30% મધ્યમ પ્રમાણમાં
- 63% વધુ પ્રમાણમાં
- 7% ક્યારેક જ
-
કોઈપણ બાબત પ્રત્યે તમારી ઉતેજના કેવા પ્રકારની છે?
- 45% ઝડપી પહેલ
- 30% મધ્યમ
- 25% ખૂબ ધીમી, ચુસ્ત
-
કોઈપણ સમસ્યા કે મુશ્કેલી આવે ત્યારે તમારું વલણ કેવા પ્રકારનું હોય છે?
- 54% ચિંતાજનક અને અસ્થિરતાવાળું
- 30% સરળતાથી ગુસ્સો અને ઉશ્કેરાહટવાળું