વળી નાની ઉંમરમાં જો તમાકુનું સેવન શરૂ યું હોય તો એને છોડાવવું પણ ભવિષ્યમાં અઘરું બની જાય છે. આજે નો-ટબેકો ડેએ જાણીએ આપણે આપણાં બાળકોને આ ખરાબ લતી કઈ રીતે દૂર કરી શકીએ
સ્કૂલની બહાર વેચતા નાના-નાના ગલ્લા તમે જોયા છે? એ જોઈને તમને વિચાર આવ્યો છે કે આ ગલ્લા અહીં કેમ છે?ક્યારેય સ્કૂલ યુનિફોર્મમાં ટોળે વાળીને ઊભેલા ૧૨-૧૫ વર્ષના છોકરાઓને એક જ સિગારેટમાંી કશ લેતા તમે જોયા છે? અને એ જોઈને તમને ચિંતા ઈ છે કે ક્યાંક તમારું બાળક પણ આમ જ તમાકુની લતે ન ચડી જાય?
એક સમય હતો જ્યારે સ્કૂલની બહાર બોર, આમલી, કાતરાના ઠેલા ઊભા હોય અને ૧-૨ રૂપિયામાં મુઠ્ઠી ભરીને એ ચણી બોર ખાતા છોકરાઓ અને તેમની કિશોર અવસ ઘણી માસૂમ હતી. આજનો સમય જુદો છે અને બદલાતા એક્સપોઝર સો આપનાં બાળકો પણ બદલાઈ રહ્યા છે. ૯ી ૧૪ વર્ષની ઉંમર એવી છે કે એમાં બાળક જલદીી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના પ્રભાવમાં આવી જતું હોય છે. આજનાં બાળકો પર આમ તો ઘણીબધી વસ્તુઓનો પ્રભાવ છે, પરંતુ જેની આજે આપણે વાત કરવાના છીએ એ છે તમાકુ. આજે વલ્ર્ડ નો-ટબેકો ડે છે. ઇન્ડિયન જર્નલ ઑફ પબ્લિક હેલ્ના પચાસમાં વોલ્યુમમાં છપાયેલા વલ્ર્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશન ના એક તારણ અનુસાર ૧૩-૧૫ વર્ષનાં ૧૦ ભારતીય બાળકોમાંી એક બાળકે ક્યારેક ને ક્યારેક સિગારેટ પીધી હોય છે એટલું જ નહીં, જે બાળકોએ તમાકુનું સેવન કર્યું છે એવાં બાળકોમાંી ૫૦ ટકા બાળકો એવા છે જેમણે તમાકુની શરૂઆત ૧૦ વર્ષ કે એનાી નાની ઉંમરે કરી હોય. વળી આ કોઈ એક ક્લાસનાં બાળકોને લાગુ પડતી વાત ની. ગરીબ બાળક જે નાનપણી મજૂરી કરે છે અને આજુબાજુના લોકોના પ્રભાવમાં આવીને તમાકુ શરૂ કરે છે કે અેક અમીર બાળક જે પોતાના મિત્રો વચ્ચે પોતાની સ્ટડ ઇમેજ બાંધવા માટે તમાકુનો સહારો લે છે દરેક પ્રકારના, દરેક ક્લાસનાં બાળકો પર તમાકુનો પ્રભાવ ઘણો ગહેરો હોય છે.
કારણો
નાની ઉંમરમાં બાળકો તમાકુનું સેવન કેમ કરે છે એનાં કારણો સ્પક્ટ કરતાં સાઇકિયાટ્રિસ્ટ કહે છે, ૯ી ૧૪ વર્ષની ઉંમર એવી છે કે ત્યારે બાળકને બધા જ પ્રકારના અનુભવ લઈ લેવા હોય છે. વળી સમાજનું વલણ પણ ઘણું અસર કરે છે. પહેલાં મિત્રો સો મળીને કટિંગ ચા પીતા. હવે સો મળીને સિગરેટ ફૂંકતા હોય છે. એટલે જે ન પીતી હોય એ વ્યક્તિ પણ એ વર્તુળમાં શામેલ ાય એટલે પીવા લાગે છે. મોટા ભાગના લોકોની શરૂઆત આમ જ તી હોય છે. બીજું એક મહત્વનું કારણ એ છે કે આ બાળકો સમાજમાં જુએ છે કે તેમના રોલ-મોડલ્સ પછી એ તેમના પિતા હોય કે સમાજની કોઈ અત્યંત સફળ વ્યક્તિને અને તેમના જેવા વાની કોશિશ કરતાં હોય છે. આ રોલ-મોડલ્સ જ્યારે સ્મોકિંગ કે તમાકુ લેતા હોય ત્યારે તેમના માનસ પર એ છાપ પડે છે કે એ લઈ શકાય. બીજી એક એવી દલીલ પણ તેઓ આપતાં હોય છે કે બધા કરે છે માટે એ યોગ્ય જ છે.
મગજ પર અસર
જ્યારે ૯ી ૧૪ વર્ષની ઉંમરના તરુણો તમાકુનું સેવન શરૂ કરે છે ત્યારે તેમના વિકાસ પર અસર ાય છે જે સમજાવતાં પી. ડી. હિન્દુજા હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરના ક્ધસલ્ટન્ટ રેસ્પિરોલોજિસ્ટ અને સ્મોકિંગ સેસેશન ેરપી સ્પેશ્યલિસ્ટ ડોકટર કહે છે, આ ઉંમરે મગજ હજી ડેવલપ ઈ રહ્યું હોય છે. એ સમયે જ્યારે તમાકુનું સેવન ચાલુ કરવામાં આવે ત્યારે મગજને નિકોટીનની હાજરીમાં જ કામ કરવાની આદત પડી ગઈ હોય છે. પછી એ નિકોટીનની ગેરહાજરીમાં વ્યવસ્તિ કામ કરતું ની અને આમ તમાકુની શરૂઆત તમાકુના બંધાણમાં પરિણમે છે. વળી એ જ કારણ છે કે જો વ્યક્તિ નાની ઉંમરી તમાકુનું સેવન કરતી હોય તો એનું બંધાણ છોડાવવામાં તકલીફ પડે છે. બીજું એ કે નાની ઉંમરી જે તમાકુ લેતા હોય ગાણિતિક રીતે એટલા વધુ વર્ષ એ તમાકુ લે તો તેમના પર તમાકુને લગતા રોગો એટલે કે ફેફસાના રોગો કે કેન્સર વાનું રિસ્ક એટલું વધે છે એટલું જ નહીં, આ રિસ્ક નાની ઉંમરે જ આવી જાય છે.
શરીર પર અસર
આ ઉંમરમાં સ્મોકિંગ કે તમાકુ ખાવાની આદત પડે તો શારીરિક અને માનસિક રીતે બાળક પર જે અસર ાય છે એ સમજાવતાં બોમ્બે હોસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટનાં હેડ અને ચેસ્ટ ફિઝિશ્યન ડોકટર કહે છે, આ ઉંમરે શરીરનું બંધારણ હજી પૂરી રીતે યું ની હોતું. જો આ ઉંમરમાં તમાકુનું સેવન ચાલુ ાય તો શરીરના અવયવોના વિકાસમાં વિક્ષેપ ઊભો ાય છે. અંગો નાની ઉંમરે ડેમેજ ાય અને એની ભરપાઈ કરવી સરળ ની રહેતી. વળી આ ઉંમરે ફેફસાં ડેવલપ ની હોતાં એટલે એને કોઈ ઓપન પ્રકારના ફેફસાના ઇન્ફેક્શનનું રિસ્ક રહે છે. ઘણી વાર એવું બને છે કે તેમનાં ફેફસાં પૂરી રીતે વિકાસ પામતાં જ ની અને અવિકસિત રહી જાય છે જેને લીધે તેમનાં ફેફસાંની તાકાત એક નોન-સ્મોકર જેટલી ની હોતી. વળી આ બાળકોમાં હાર્ટ-સ્ટ્રોક અને સ્ટ્રોક પ્રોબ્લેમના પ્રારંભિક લક્ષણો ખૂબ નાની ઉંમરી જ દેખાવા લાગે છે.
શું કરવું?
એક તરફ એવાં બાળકો છે જે તમાકુની જાળમાં ફસાઈને પોતાનું શરીર, મગજ અને ભણતર ખરાબ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ એ જ ઉંમરનાં એવાં પણ બાળકો છે જે તમાકુવિરોધી ઝુંબેશ ચલાવી રહ્યાં છે. આપણે અને સમગ્ર સમાજે એ વિચારવાનું છે કે એવું શું કરવામાં આવે જેી બાળકોને તમાકુના સેવન સામે અટકાવી શકાય. આ બાબતે માર્ગદર્શન મેળવીએ ડોકટર પાસેી.
- ૧. બાળકોને નાનપણી સ્કૂલમાં તમાકુ બાબતે જાગ્રત કરવાં જરૂરી છે. તેમના ભણતરના ભાગરૂૂપે આ વસ્તુ કેટલી ખરાબ છે અને એનો ઉપયોગ ન જ કરવો જોઈએ એ બાબત તેમના મગજમાં દૃઢ ાય તો જ એ લોકો મોટા ઈને એનાી દૂર રહેશે. આમ એજ્યુકેશન એ મહત્વનો ભાગ છે.
- ૨. બીજી સમજવાની વાત એ છે કે આ ઉંમરમાં કોઈને તમાકુના બંધાણની તકલીફ ની હોતી. આ એક બિહેવિયર પ્રોબ્લેમ છે. કોઈ કારણસર જ એવું બનતું હોય છે કે તે તમાકુ સો જોડાય છે. જરૂર છે એ કારણ તપાસવાની. આ કામ માતા-પિતાનું છે. તકલીફ એ છે કે માતા-પિતાને ખબર જ ની હોતી કે તેમનું બાળક આ કુટેવ ધરાવે છે.
- ૩. એકલતા, મિત્રો તરફી આવતું દબાણ, ભણતરનો ભાર, માનસિક સ્ટ્રેસ, કોઈનો ખોટો પ્રભાવ, ખોટી માહિતીઓ કોઈ પણ કારણ હોઈ શકે છે જેના પ્રભાવમાં આવીને બાળકે તમાકુનું સેવન શરૂ કર્યું હોય એ કારણ જાણી તેને આ બાબતે સમજાવી શકાય છે.
- ૪. ઘણી વખત આ ઉંમરમાં બાળકો વાત સાંભળવાની કે સમજવાની કોશિશ જ ની કરતાં હોતાં. જ્યારે કમ્યુનિકેશનનો પ્રોબ્લેમ હોય અને તમને લાગે કે તમે એ કામ ન કરી શકો એમ અવા તમારા બાળક પર એની અસર ની ઈ રહી તો કાઉન્સેલરની મદદ લઈ શકાય છે.
- ૫. ઘણા પેરન્ટ્સ વિચારે છે કે હજી બાળક નાનું છે, એ મોટું શે તો ખુદ જ સમજી જશે. આવી ગફલતમાં ન રહેવું. તમાકુનું સેવન એક દિવસ નહીં ૧ ટંક માટે પણ ખરાબ જ છે. તમારા બાળકને જેટલું જલદી એ છોડાવી શકો એટલું વધુ સારું છે.