21મી સદીના વિશ્વને કોરોના વાયરસે હચમચાવી મૂક્યું હતું, ચીનના યુવાનમાંથી શરૂ થયેલી આ મહામારી હવે માત્ર ચીન અને કોરોના સંક્રમિત પ્રદેશો સુધી સીમિત ન રહીને સમગ્ર માનવ જાતિ ને વારંવાર રંજાળનારી “ભૂતાવળ” બની ચૂકી છે,
કોરોના ના આરંભકાળે તેની ઓળખ, લાક્ષણિકતા, ઈલાજ, સારવાર દવાથી લઈને કાબુમાં લાવવાની કવાયતમાં વિશ્વ આખું જે રીતે જુસ્સાભેર જજુમયુ હતું તેમાં કોરોનાએ જાણે કે શિ:ક્ષકની ભૂમિકા અદા કરીને સમગ્ર વિશ્વને “વસુદેવ કુટુંબકમ” ની ઉક્તિને બરાબર સમજાવી દીધી, જોકે આ મહામારીમાં જગત આખા ની મતિ મૂંઝાઈ ગઈ હતી
ત્યારે ભારતની પરમાર્થ અને માનવતાના અભિગમથી રસીના સંશોધનથી લઈ રસી નો વિતરણ મેડિકલ સાધનો ની જરૂરિયાતો પૂરી પાડવાની ફરજ , મુશ્કેલીમાં આવનાર રાષ્ટ્રને મદદરૂપ થવાની ભાવના વિશ્વ આખાને ખૂબ જ ભાવી ગઈ, કોરોનાની પ્રથમ લહેર પછી એક પછી એક નવા વેરીએન્ટ આવતા ગયા ..રસી શોધાતી ગઈ ,ઈલાજ થતા ગયા. લાખોના મોત છતાં હવે ભયંકર મહામારી લોકો માટે સહજ બની ગઈ તેમ છતાં કોરોના થી જલ્દી થી સાવ છુટકારો મળવાનો નથી.
કોરોનાની લાંબા ગાળાની અસરો સામે કાયમ સાવચેત રહેવું પડશે એક વખત કોરોના આવીને સાજા થયેલા વ્યક્તિને હૃદય ફેફસા સ્વસનતંત્ર થી લઈને શરીરની ઇમ્યુન સિસ્ટમ ની જાળવણી કરવી પડશે કોરોના ના આ વાયરસથી માત્ર ફેફસા જ નહીં હૃદયને પણ મોટું જોખમ ઊભું થયું છે કોરોના સંક્રમિત લોકોને હૃદજ્ઞ હુમલા નું જોખમ ઘણું વધુ રહેશે એટલે એક વખત કોરોનાના સંપર્કમાં આવી ચૂકેલાઓને કાયમી ધોરણે સજાગ રહેવું જ ડાહપણ ગણાશે
કોરોનાની દુરોગામી અસરો સાથે જીવતા શિખવું જ પડશે. આમ પણ સમગ્ર જીવસૃષ્ટિ અબજો વાયરસ વચ્ચે જ ધબકતી આવી છે. કોરોના જેવા વાયરસનું અસ્તિત્વ સદાકાળ રહે છે. પરંતુ જ્યારે-જ્યારે જીવસૃષ્ટિ આ વાયરસને ત્રાટકવાની તક આપે ત્યારે પ્રચ્છન્ન રહેલા આ જીવાણું પ્રભાવી બનીને રોગચાળાના રૂપે ત્રાટકે છે. કોરોના જ નહિં અનેક વાયરસ મહામારીના રૂપમાં ત્રાટકવાની સતત ફિરાકમાં હોય છે એટલે સદાકાળ ચેતતા નર સદાસુખીની ઉક્તિને નજર સમક્ષ રાખી આવતા રોગને ડામી દેવાની તૈયારી તો રાખવી જ પડે.