ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે અમિત શાહે ભાજપના ક્લસ્ટર સંમેલનમાં હાજરી આપી. પંચમહાલ, ગોધરા અને છોટા ઉદેપુર બેઠકોનું ક્લસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપી.
આ ભાજપ ક્લસ્ટર સંમેલનમાં અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ અલગ પ્રકારની રાજકીય પાર્ટી છે. ભાજપમાં પરિવારવાદ નથી. હું પણ ભાજપનો એક કાર્યકર્તા છું. ભાજપ બુથ અને કાર્યકર્તાની શક્તિ પર આધારિત છે. અન્ય રાજકીય પાર્ટી જાતિવાદ પર આધારિત છે. અમિત શાહે રાહુલ અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું હતું.
ગાંધી પરિવાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, એક પરિવારે લોકશાહીની મજાક ઉડાવી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે આઝાદી પછી ગુજરાત સાથે અન્યાય કર્યો છે. મોદી આવ્યા બાદ ઉત્તર ગુજરાતને નર્મદાનું પાણી મળ્યું છે. રાજાનો દિકરો રાજા તે લોકતંત્રની નિશાની નથી. આજે ભાજપનો એક કાર્યકર્તા અધ્યક્ષ છે. ભાજપ સરકારે દેશમાં ઘુસણખોરી અટકાવી છે. ઘુસણખોરોને દેશનિકાલો આપવાનું કામ પણ સરકારે કર્યુ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન દેશ સુરક્ષિત ન હતો.
રામ મંદિર મામલે અમિત શાહે નિવેદન આપ્યું હતું. જે દરમિયાન સભામાં જયશ્રી રામના નારા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, હું વચન આપું છું રામનું ભવ્ય મંદિર બનાવીશું. ભાજપ સરકાર જ રામ મંદિર બનાવશે. 1993માં 42 એકર જમીન કોંગ્રેસે અધિગ્રહણ કરી હતી. મોદી સરકારે 42 એકર જમીન પાછી આપવાનો નિર્ણય કર્યો છે. રાહુલ બાબા અને શ્રીમતી વાડ્રા રામ મંદિર અંગે જવાબ આપે. અયોધ્યામાં રામમંદિર બનવુ જોઈએ કે નહીં તેનો જવાબ આપો.