નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી પકડાયેલા શખ્સ પાસેથી શંકાસ્પદ પાસ મળી આવ્યો
અબતક, અમદાવાદ
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે. હાલમાં આ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની મેચમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનથી ૫ દિવસ પહેલા અમદાવાદમાં મેચમાં સટ્ટો રમવાનાં ઈરાદે આવ્યો હતો અને નકલી પાસનાં આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો.
હાલમાં અમદાવાદનાં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. જે મેચ દરમિયાન ચાંદખેડા પોલીસ અલગ અલગ ટીમો સાથે પેટ્રોલિંગમાં હતી, તે સમયે એક ઈસમ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી જીએસએનો પાસ મળી આવ્યો હતો. જે પાસમાં તેનું નામ મોહિતસિંઘ રાજપૂત હતુ.
પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરતા જીસીએ દ્વારા કોઈ પણ મીડિયા કર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું.જેથી યુવકની સધન પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા યુવકને કડક રીતે પુછપરછ કરતા તે પોતાનાં અન્ય મિત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકર સાથે રાજસ્થાનની જયપુરથી પાંચ દિવસ પહેલા આવ્યો હોવાનું જણાવ્યું હતું.
બન્ને ઈસમો મેચમાં સટ્ટો રમવાનાં ઈરાદે આવ્યા હતા તેમજ સ્ટેડિયમ રોડ પરની એક હોટલમાં રોકાયા હતા.સ્ટેડિયમમાં હાલ પ્રેક્ષકોને પ્રવેશ ન હોવાથી ચાલુ મેચમાં સટ્ટો રમાડવા માટે તેઓએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે નકલી પાસ જયપુરનાં શહેનશાહ સુરીનખાન પાસે બનાવડાવ્યો હતો.જે પાસના આધારે પકડાયેલો આરોપી મોહિતસિંઘ રાજપૂત સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. જે આરોપીને ચાંદખેડા પોલીસે ઝડપી વધુ તપાસ શરૂ છે.
મહત્વનું છે કે નકલી પાસ બનાવડાવી આરોપી સ્ટેડિયમની અંદર પહોંચી જતા સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ છે. અગાઉ પણ નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતા ઈસમની ધરપકડ કરાઈ હતી તેવામાં આ ગુનામાં આરોપી સાથે સામેલ અન્ય બે આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
One eye to the lender, one hundred eyes to the thief … Live commentator entered the stadium and arrested the bookie market heater !!