ગુરૂવારે વહેલી સવારે અચાનક લાગેલી આગ ભભૂકતા આઠ વેઇટર દાઝયા’તા
શહેરની ભાગોળે આવેલા કાલાવડ પર નિરાલી રિસોર્ટમાં વેઇટર તરીકે કામ કરતા આઠ રાજસ્થાનીની રૂમમાં અચાનક આગ ભભૂકતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે દાઝેલા એક વેઇટરનું મોત નીપજ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના વતની અને છેલ્લા દસેક વર્ષથી કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટની પાછળની રૂમમાં રહી નિરાલી રિસોર્ટમાં જ વેઇટર તરીકે ફરજ બજાવતા હિતેશકુમાર તુલશીદાસ લબાના (ઉ.વ.27), લક્ષ્મણ અંબાલાલ લબાના (ઉ.વ.40), દિપક પ્રકાશ નાયક (ઉ.વ.19), ચિરાગ અંબાલાલ નાયક (ઉ.વ.18), લોકેશ રાજુ નાયક (ઉ.વ.20), ગજ્જરાજમારૂ ઉર્ફે રાજુભાઇ કુરીયાજી લબાના (ઉ.વ.56), શાંતિલાલ બાવરચંદજી લબાના (ઉ.વ.52) અને દેવીલાલ વિક્રમ લબાના (ઉ.વ.22) ગંભીર રીતે દાઝતા તમામને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં ગંભીર રીતે દાઝેલા દેવીલાલ વિક્રમ લબાનાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
રાજસ્થાની વેઇટરો નિર્લી રિસોર્ટની પાછળની રૂમમાં સુતા હતા ત્યારે અચાનક આગ ભભૂકતા આઠેય વેઇટરોએ બુમાબુમ કરી બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો પંરતુ રૂમનો દરવાજો જામ થઇ ગયો હોવાથી તેનોને આગની વચ્ચે લાંબો સમય રહેવું પડતા આગની લપેટમાં સપડાયાએક સાથે આઠેય વેઇટરોએ કરેલી બુમાબુમના કારણે આજુ બાજુના રહીશો અને શ્રમજીવોઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાજુભાઇ નામની વ્યક્તિને જાણ કરતા તેઓએ 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. રાજસ્થાનાના ડુંગરપુરના વતની વેઇટરો છેલ્લા દસેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થઇ નિરાલી રિસોર્ટમાં વેઇટર તરીકે કામ કરતા હોવાનું રાજુભાઇએ જણાવ્યું હતું.
આગ ઇલેકટ્રીક શોટ સર્કિટના કારણે લાગી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આગમાં એક સાથે આઠ વેઇટર દાઝયા હતા જેમાં ત્રણની હાલત ગંભીર હતી જેમાં દેવીલાલ લબાનાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.