બેથી ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલ રામેશ્વર ટાઉનશીપ પાસે એક ખાનગી કંપનીની લકઝરી અને ટ્રક વચ્ચે મોડીરાત્રે બે વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યકિતનું મોત નિપજયું હતું. જયારે બેથી ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલ રામેશ્વર ટાઉનશીપ સામેના વિસ્તારમાં એક ખાનગી લકઝરીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા લકઝરીના ચાલકે ટ્રક પાછળ ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કંડકટર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ દલપતભાઈ શાહ (ઉ.વ.૩૨)નું મોત નિપજયું હતું. જયારે અન્ય બેથી ત્રણ વ્યકિતને ઈજા પહોંચતા સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બનાવ અંગે ટ્રકના ચાલક રમેશભાઈ વશરામભાઈ રાઠોડ રહે.ભાભર તાલુકો બનાસકાંઠાવાળાએ ખાનગી લકઝરીના ચાલક વિરુઘ્ધ પાછળથી પોતાની ગાડીને અકસ્માત કર્યો હોવાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.