વીવીપીએ વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ ને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે અને આપશે : લલિતભાઈ મહેતા
વી.વી.પી.ના પોતાના જ ગ્રાઉન્ડમાં એન્જીનિયરીંગ અને આર્કીટેકચર કોલેજ ના બે હજારથી પણ વધુ ખેલૈયાઓએ 30,000 વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ના સથવારે રાસ ની રમઝટ બોલાવી હતી. વીવીપી ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી લલિતભાઈ મેહતા એ આ તકે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વીવીપીએ વિદ્યાર્થીઓ ના સર્વાંગીણ વિકાસ ને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે અને આપશે. આ વિશે વાતચીત કરતાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી કૌશિકભાઈ શુકલએ જણાવ્યું હતું કે, કોરોનાકાળના કપરા બે વર્ષ દરમિયાન આપણે આવા ખૂબ મોટા કાર્યક્રમોનું આયોજન ન કરી શકયા તેનું આજે વિદ્યાર્થીઓ માટે ઘણા અંશે સરભર થઈ ગયુ છે, કેમ કે વી.વી.પી. જે કોઈ કરે તે ઉત્કૃષ્ટ રીતે જ કરે છે આજે તે બાબત અહીં ઉપસ્થિત રાજકોટ શહેરનાં ઉદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓ એ પણ આ બાબત નિહાળી જ હશે. આટલી મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ રમે અને પૂર્ણ પણે શિસ્ત રાખીને આનંદ કરે આ વી.વી.પી. જ કરી શકે. વીવીપી ના ટ્રસ્ટી મંડળે નક્કી કર્યુ કે, આ વર્ષનો રાસોત્સવ ઉત્કૃષ્ટ જ થવો જોઈએ અને તે માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય તો તે વી.વી.પી. કરશે. વી.વી.પી.ના સ્થાપનાકાળથી શરૂ થયેલ રાસોત્સવની વી.વી.પી.ની પરંપરાને વી.વી.પી.એ નવી ઉંચાઈ આજે આપી છે.
કાર્યક્રમાં વિજેતાઓ આમાં વેલડ્રેસ પ્રિન્સમાં પ્રથમ ક્રમે જતીન રાઠોડ , દ્વિતીય ક્રમે દિશાંત મેઘાણી , તૃતીય ક્રમે મોહીલ વ્યાસ વેલડ્રેસ પ્રિન્સસેમાં પ્રથમ ક્રમે બંસી તન્ના- , દ્વિતીય ક્રમે નેહા મનાણી, તૃતીય ક્રમે આરતી લાડવા પ્રિન્સમાં પ્રથમ ક્રમે યશ તાડા, દ્વિતીય ક્રમે જેનીલ આસોડીયો યશ પટેલ પ્રથમ ક્રમે દિયા પીઠવા , દ્વિતીય ક્રમે બંસી લીંબાસીયા, તૃતીય ક્રમે પૃષ્ઠી પિઠડીયા ને વિજેતા ઘોષિત કરી ઇનામો આપવા આવ્યા તથા બે ઇનામો ગ્રુપ રાસ માટે પણ આવ્યા હતા રાસોત્સવના આ કાર્યક્રમમાં રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, મેયર પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડો. વલ્લભભાઈ કથીરીયા, કમલેશભાઈ મિરાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સીન્ડીકેટ સભ્ય નેહલભાઈ શુકલ, નરેન્દ્રસિંહ ઠાકુર, મુરલીભાઈ દવે, નિતેશભાઈ કથીરીયા ના અગ્રણીઓ ઉપિસ્થત રહ્યા હતાં.
કાર્યક્રમનું સંચાલન ડો. ઉર્જાબેન માંકડ તથા ડો. સચિનભાઈ રાજાણીએ કર્યુ હતું. વીવીપી રાસોત્સવ નિર્ણાયક તરીકે કેતનભાઇ બોઘાણી, પિયુષભાઇ પટેલ, દિનેશભાઇ કોઠારી, ડોલીબેન બોઘાણી, રીટાબેન પટેલ તથા ચેતનાબેન કોઠારીએ તેમની સેવા આપી હતી.
પ્રિન્સીપાલ ડો. તેજસભાઈ પાટલીયા પ્રો. ચાર્મીબેન પટેલ, પ્રો. સ્નેહાબેન પંડ્યા, પ્રો. ઉર્જાબેન માંકડ, પ્રોપ હાર્દિકભાઈ પંડ્યા, પ્રો. અમિતભાઇ પાઠક, પ્રો. સાહિલભાઈ યાજ્ઞિક , પ્રો. શેરોનબેન ક્રિષ્ટી સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ , ફાઈન આર્ટસ ટિમ કર્મચારીગણ અને વિદ્યાર્થીગણે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવેએ શુભેચ્છા પાઠવી હતી.