મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિની વન ડે થ્રી વોર્ડ વૃક્ષારોપણનો શુભારંભ કરાશે.
જેમાં તમામ વોર્ડમાં ટી.પી. રસ્તાઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાની તમામ મિલકતોમાં વૃક્ષારોપણ કરાશે. દરરોજ સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઝોન વિભાગને આવરી લેવામાં આવશે. જેમાં તા.૦૨ના રોજ વોર્ડ નં.૦૨, ૦૪, ૦૧, તા.૦૩ના રોજ વોર્ડ નં.૦૩, ૦૫, ૦૮, તા.૦૬ના રોજ વોર્ડ નં.૦૭, ૦૬, ૦૯, તા.૦૭ના રોજ વોર્ડ નં.૧૩, ૧૫, ૧૦, તા.૦૯ના રોજ વોર્ડ નં.૧૪, ૧૬, ૧૧, અને છેલ્લે તા.૧૦ના રોજ વોર્ડ નં.૧૭, ૧૮, ૧૨ મુજબ ત્રણેય ઝોનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, શહેરના મહાનુભાવો તેમજ સનિક વિસ્તારના અગ્રણીશ્રીઓ, સંબંધક અધિકારીઓ વિગેરે પણ ઉપસ્થિતિ રહેશે.
ચાલુ વર્ષે કરવામાં આવેલ વૃક્ષારોપણના વૃક્ષોની દેખરેખ થાય અને સારો ઉછેર થાય તે રીતનું આયોજન કરવામાં આવેલ છે. તમામ વોર્ડના ટી.પી. રસ્તાઓ પર આશરે ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. એટલે કે ટી.પી. રસ્તાઓ પર આશરે ૧૩૫૦ વૃક્ષો અને રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી મિલકતો આંગણવાડીઓ, કોમ્યુનીટી હોલ, માર્કેટ વિગેરે તમામ મિલકતોમાં આશરે ૧૪૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાશે. આ ઉપરાંત જુદી જુદી સંસઓ, ઇન્ડસ્ટ્રીઝ તથા નગરજનો વિગેરેના માધ્યમી જુદા જુદા રસ્તાઓ, જુદા જુદા ગ્રાઉન્ડ વિગેરે જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવશે.