ગારડી બી.એડ.કોલેજનાં છાત્રો વડીલોની વંદના કરશે
સમગ્ર દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત માવતરો માટેની સંસ્થા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે કરવામાં આવેલ છે જેમાં કાલાવડ રોડ પર આવેલ હરિપર સ્થિત ગારડી બી.એડ.કોલેજનાં તેમજ સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી માધ્યમની આઈ.એલ.ટી. બી.એડ. કોલેજનાં છાત્રો ઉત્સાહભેર જોડાશે.
આ અંગેની માહિતી આપતા સંસ્થાનાં મુકેશ દોશી, નલીન તન્ના, સુનિલ વોરા અને કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે, દીકરાનું ઘર-વૃદ્ધાશ્રમ દ્વારા પ્રતિ વર્ષ માવતરો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં શહેરનાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો ઉત્સાહભેર જોડાય છે. આવતીકાલે યોજાનાર આ નવરાત્રી મહોત્સવમાં નવતર રીતે વડીલોની વંદના કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનાં ઈન્ચાર્જ આશિષ વોરા, હરિશભાઈ હરિયાણી, હાર્દિક દોશી, વિમલ પાણખણિયા, ચિંતન વોરાએ વધુમાં જણાવ્યું છે કે, આવતીકાલનો કાર્યક્રમ સાંજનાં ૬ કલાકથી રાત્રીનાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાશે જેમાં આધુનિક ડોમ, સાઉન્ડ સિસ્ટમ, સૌરાષ્ટ્રનાં ખ્યાતનામ ગાયકો સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે વિજેતા થનાર ખેલૈયાઓને આકર્ષક ઈનામોથી નવાજવામાં આવશે.
સમગ્ર આયોજનની વ્યવસ્થા ઉપેનભાઈ મોદી, કિરીટભાઈ પટેલ, હસુભાઈ રાચ્છ, સુનિલ મહેતા, હરેશ પરસાણા, અશ્ર્વિનભાઈ પટેલ, પ્રવિણ હાપલિયા સંભાળી રહેલ છે. આ કાર્યક્રમને સંસ્થાનાં ટ્રસ્ટીઓ પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, ડો.નિદત બારોટ, અનુપમ દોશી, શિવલાલભાઈ આદ્રોજા, ધીરૂભાઈ રોકડનું માર્ગદર્શન મળી રહેલ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શૈલેષભાઈ દવે, રૂચિતા રાઠોડ, ગીતા વોરા, ડિમ્પલ કાનાણી, માનસી ચૌહાણ, સત્યજીતસિંહ જાડેજા, સંજયભાઈ વસાવા, સંદિપભાઈ ચૌહાણ, પલ્લવ ભગરિયા, જીવણભાઈ સતાપરાએ જહેમત ઉઠાવી હતી.