આવતીકાલે સાંજે તમામ સંકુલોના દેવદૂતો ભેગા મળી માની આરાધના કરશે: આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી
રાજકોટ શહેરની જાણતી સમાજ સેવા કરતી સંસ્થા લક્ષ્ય ઇવેન્ટ ના સન્ની કોટેચા અને એની થીમ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ બાળકો માટે વન ડે દાંડીયા રાસનું અતિથિ પાર્ટી પ્લોટ ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે આયોજન કરાયું છે. આ તકે આયોજકો એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.
આ આયોજનમાં પ્રયાસ સ્કુલના સહયોગથી વિવિધ દિવ્યાંગ બાળકો સંગીતની સુરાવલી સાથે દાંડીયા રાસની મોજ માણશે
આ પ્રસંગે તમામ બાળકોને ભોજન કરાવીને ભેટ આપી સન્માનીત કરવામાં આવશે. આવતીકાલે યોજાનાર આ રાસોત્સવના આયોજનને સફળ બનાવવા માટે સન્સી કોટેચા, નીલેશભાઇ કોટેચા, સમીરભાઇ રાજાણી, હાર્દિક ગોરવાડીયા, જીમ્મીબેન અડવાણી, (શિવ સેનાા પ્રકાશભાઇ સવરાણી, સંદીપભાઇ લખતરીયા, રવિ પ્રજાપતિ, રાજન દેસાણી, બીપીનભાઇ ગાંધી, કાન્તીભાઇ જોગનપુત્રા, દિપકભાઇ પટેલ (દેવગ્રુપ) ચંદુભાઇ પરમાર (કરણી સેના) યોગેન્દ્રભાઇ છનીયારા, પુજાબેન પટેલ (પ્રયાસ સ્કુલ) રમેશભાઇ ઠકકર, વિપુલભાઇ રાઠોડ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.