રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાના આચાર્યોને વૃક્ષો વાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. રાજ્યભરમાં 15 ઓગસ્ટ પહેલા 1 કરોડ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ શિક્ષણ વિભાગનો આદેશ છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાની શાળાઓને એક બાળ એક વૃક્ષ અંતર્ગત વૃક્ષ વાવવાનું અભિયાન શરુ કરાયું છે. અને જિલ્લામાં 12 લાખ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ અપાયો.સુરત જિલ્લાને 11 લાખ, રાજકોટને 5 લાખ 84 હજાર જ્યારે વડોદરાને પણ સાડા પાંચ લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક અપાયો છે. તેવી જ રીતે આણંદ, નડિયાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત અલગ અલગ જિલ્લાઓને પણ લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.
વૃક્ષારોપણની આ કાર્યવાહી પ્લાન્ટેશનના મોબાઈલ એપ પર અપલોડ કરવાની પણ સુચના અપાઈ છે. શાળા દ્વારા કરાયેલ વૃક્ષારોપણની કામગીરીનું પ્લાન્ટેશન એપ પર શિક્ષણ વિભાગ નિરિક્ષણ કરી રહ્યું છે.