નાના અને મઘ્યમ વર્ગના ઉઘોગોના વિકાસનો માર્ગ મોકળો કરવા નાંણા મંત્રાલયનો મહત્વનો નિર્ણય
હાલ, મોટા ઔઘોગિક એકમનો વિકાસ ઝડપી બન્યો છે. ત્યારે નાના અને મઘ્યમ વર્ગના ઉઘોગોના વિકાસનો માર્ગ પણ મોકળો કરવા નાંણા મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. તાજેતરમાં નાણામંત્રી અણ જેટલીએ જાહેરાત કરી છે કે માઇક્રો સ્મોલ એનડ મીડીયમ એન્ટરપ્રાઇઝ એટલે કે એમએસએમઇને બેંક પાસે ગયા વગર જ રૂપીયા ૧ કરોડની લોન એ પણ માત્ર ૫૯ મીનીટમાં જ મળી જશે.
નાંણા મંત્રાલયના જણાવ્યા મુજબ આ એક કરોડ પિયાને લોન માટેના ડોકયુમેન્ટ જમા કરાવવા પણ બેંકે જવું પડશે નહીં. બેંક લોન ના પૈસા સીધા એકાઉન્ટમાં જ જમા થઇ જશે બેંકોના વધતા જતાં એનપીએ રેશીયોને ઘટાડવા સહીતના વિવિધ મુદ્દે ચર્ચા કરવા નાંણા મંત્રાલયે બેંકો સાથે તાજેતરમાં એક સમીક્ષા બેઠક યોજી હતી અને આ બેઠકમાં નાંણા મંત્રાલયે એમએસએમઇને બુસ્ટર ડોઝ આપવા પર ભાર મુકી લોન આપવા મુદ્દે ચર્ચા કરી હતી.
નાંણામંત્રી અરૂણ જેટલીએ બેઠકમાં જણાવ્યું કે, લોકસુવિધા માટે નવી મોબાઇલ એપ જન ધન દર્શન લોન્ચ કરાઇ છે. આ એપ દ્વારા ગ્રાહકો સમગ્ર દેશમાં કોઇપણ બેંકની બ્રાંચ વિશે માહીતી મેળવી શકશે. અને ગ્રાહકો આ એપ થકી પોતાના મંતવ્યો પણ આપી શકશે. આ સાથે એનપીએ રેશીયો અંગે જણાવતા નાણામંત્રીએ કહ્યું કે, બેંકો દ્વારા લોન રીકવરીની પ્રક્રિયા ઝડપી બની છે આથી બેંક લોનનો રેશીયો ઘટી રહ્યો છે.
એલઆઇસી, બેંકો સહિતના સરકારી ક્ષેત્રના ૯૧ હજાર કરોડ ડુબી જવાની દહેશત!
ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરને લોન આપનારી દેશની ટોચની કંપની ઇન્ફ્રાસ્ટ્રકચર લીજિંગ એન્ડ ફાઇનાન્શીઅલ સર્વિસ લી. હવે, ખુદ દેવામાં સપડાઇ છે જેની સીધી અસર દેશના નાંણાકીય ક્ષેત્ર અને માર્કેટ પર પડી રહી છે. હાલ આઇએલ એન્ડ એફએસ ગ્રુપ સેબી સહિતના નિયામકોની તપાસ ઝુંબેશમાં ધેરાયું છે. કંપનીનું દેવું ૯૧૦૦૦ કરોડ રૂપીયાએ આવ્યું છે. જે ડુબી જવાની મોટી દહેશત ઉભી થઇ છે.
૯૧ હજાર કરોડ રૂપીયાના દેવામાં આઇએલએન્ડ એસએફ પર ૩પ હજાર કરોડ રૂપીયા જયારે તેની ફાઇનાન્સીઅલ સર્વિસીઝ કંપની પર ૧૭ હજાર કરોડ રૂપીયાનું દેવું બાકી છે.
જેમાંથી ૧૭ હજાર કરોડ રૂપીયા બેંકોના છે. તેમાંથી પણ મોટાભાગનો હિસ્સો એલઆઇસી સહીત સરકારી બેંકોનો છે. આ રકમ ડુબી જવાની દહેશત ઉભી થઇ છે. કારણ કે તાજેતરમાં એ ખુલાસો થયો છે કે આઇએલ એન્ડ એસએફ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડીયા સીડબીનું ૧૦૦૦ કરોડનું લેણું ચુકવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. જયારે તેની સહાયક કંપનીએ પણ ૫૦૦ કરોડની લોનની ચુકવણી કરી નથી.