જિલ્લા બેંક, જીલ્લા સંઘ, ઓઈલ મિલરોનો મુખ્ય ફાળો.
સમગ્ર રાજયમાં સુજલામ સુફલામ યોજના થકી સામાજીક સંસ્થાઓના લોકભાગીદારીથી રાજયના તમામ ગામોમાં પાણીનો સંગ્રહ થાય તે માટે ડેમો-તળાવો ઉંડા કરવાની કામગીરી એક સપ્તાહથી ચાલુ થઈ ગઈ તે અંતર્ગત ઉપલેટા વિસ્તારના કામોનું નિરીક્ષણ રાજય મંત્રી જયેશભાઈ રાદડિયાએ કરી પાનેલી અને કોલકી ગામની મુલાકાતો લીધી હતી.
ગઈકાલે રાજયના નાગરીક પુરવઠા મંત્રી અને જુનાગઢ અને રાજકોટ જીલ્લા જળસંચયની જવાબદારી જેને સોંપવામાં આવી છે એવા રાજયમંત્રી જયેશભાઈ રાદડિયાએ ઉપલેટા તાલુકાના કોલકી અને પાનેલી ગામે ચાલતા તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કરેલ હતું. આ તકે રાજયમંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે ગુજરાત રાજયની સરકાર દ્વારા રાજયના ખેડુતો અને ગ્રામજનો માટે આવનારા દિવસોમાં પાણીનો પ્રશ્ર્ન વિકટ ન બને, તર ઉંડા ન ઉતરે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોક ભાગીદારીથી રાજયના તમામ ગામોમાં જળસંચયની કામગીરી એક મહિના માટેનું આયોજન કરેલ છે.
રાજકોટ અને જુનાગઢ જીલ્લાની જવાબદારી મારી માથે હોય ત્યારે આ વિસ્તારમાં જળસંચયની કામગીરી વધુમાં વધુ થાય અને તેનો લાભ ખેડુતો અને ગ્રામજનોને મળે તે માટે જીલ્લા બેંક ૨૫ લાખ, જીલ્લા દુધ સંઘે ૨૫ લાખ અને પાંચ લાખ ઓઈલ મીલરો દ્વારા લોક ભાગીદારીમાં ફાળો આપી સહભાગી બન્યા છે. આ સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ લોકભાગીદારીમાં જોડાઈને આ કામગીરીને સમર્થન કરેલ છે. હાલ ધોરાજી-ઉપલેટા વિસ્તારના ૩૧ તળાવો માટે આ કામગીરી કરવાની છે. તેમાં ઉપલેટા વિસ્તારના પાનેલી-કોલકી ભાયાવદર સહિત નવ ગામોમાં કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે બાકીના નવ ગામોમાં આગામી દિવસોમાં કામગીરી શરૂ કરવામાં આવશે.
આજની કામગીરી નિરીક્ષણમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અને ધોરાજી-ઉપલેટા જળસંચય કામગીરીના ઈન્ચાર્જ પ્રવિણભાઈ માકડિયા, સહકારી આગેવાન હરીભાઈ ઠુંમર, સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઈ પટેલ, યાર્ડના ઉપપ્રમુખ રાજાભાઈ સુવા, નગરપાલિકાના ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા સહિતના આગેવાનો હાજર રહેલ હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,