દેશભરમાં બસ, ટોલ ટેકસ, ટ્રેન અને શોપીંગ માટે ઉપયોગી બનશે મોબીલીટી કાર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વન નેશન વન કાર્ડ યોજના ખુલ્લી મુકી હતી.આ કાર્ડનો ઉપયોગ તમે બસ, મેટ્રો અથવા લોકલ ટ્રેન માટે કરી શકો છો. કેન્દ્ર સરકારના અધિકારીઓ અનુસાર તમામ બેંકના ક્રેડીટ અન ડેબીટ કાર્ડ ઉપર ખાસ ફિચર જોડવામાં આવશે.આ ફિચરના માઘ્યમથી ટીકીટ કાઉન્ટરના પીઓએસ મશીન દ્વારા આ કાર્ડનો ઉપયોગ થઇ શકશે. આ ઉપરાંત મેટ્રો રેલ સ્માર્ટ કાર્ડ તરીકે પણ તમે તેનો ઉપયોગ કરી શકશો.
બેંકના નવા ક્રેડીટ ડેબીટ કાર્ડમાં પણ નેશનલ કોમન મોબીલીટી કાર્ડ ફીચર રહેશે.જે કોઇપણ વોલેટની જેમ કામમાં લઇ શકાશે.દિલ્હી મેટ્રોએ પાયલટ પ્રોજેકટના સ્વરુપે ઓટોમેટીક ફેયર કલેકશન કાઉન્ટર શરુ કર્યુ છે.અમદાવાદમાં શરુ થયેલ મેટ્રોની સવારી પણ મોદીએ કરી હતી. વન નેશન વન કાર્ડ રુપેય કાર્ડ દ્વારા ચાલશે જે ટ્રાવેલને લગતી તમામ સર્વિસ માટે ઉપયોગી બનશે.
ઘણી વખત બસ કે ટ્રેનમાં મુસાફરી વખતે આપણી પાસે છુટા પૈસા ન પણ હોય તેવું બનતું હોય છે જેના નિવારણ માટે ઓટોમેટીક ફેર કલેકશન સિસ્ટમની શરુઆત કરવામાં આવી.આ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે વિદેશી ટેકનોલોજી ઉપર નિર્ભર રહેવાની જરુર નથી. ભારત ટેકનોલોજી અને આઇટી ક્ષેત્રે પોતાની સક્ષમતા પુરવાર કરી રહ્યું છે.