• દરેક દેશની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (જીએનઆઈ) પર આધારીત છે, જે દેશની કુલ આવકને તેની વસતી દ્વારા વિભાજીત કરવાનું માપ છે: દરેક રાષ્ટ્રના ચલણની સરખામણી કરવા માટે એટલા પધ્ધતિ જેવી ટેકનિકનો ઉપયોગ કરી ગણતરી કરવામાં આવે છે
  • વિશ્વના સૌથી પાંચ ગરીબ દેશોમાં બુરૂન્ડી, સોમાલિયા, મોઝામ્બિક, મેડાગાસ્કર અને સિએરા લિયોનનો સમાવેશ થાય છે: આ બધા દેશો ઓછા વિકસિત દેશોમાં સ્થાન મેળવે છે
  • આ ગરીબ દેશોને ચાર સ્તરીયમાં ઓછી આવક ધરાવતી અર્થ વ્યવસ્થા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે: આવા દેશોમાં ગૃહયુધ્ધો, વંશીય અને સાંપ્રદાયિક ઝઘડાના ભોગ બન્યા હતા અને કોવિડ-19 આવતા સ્થિતિને વધુ ખરાબ કરી હતી

1 15 1

આજની કારમી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બે છેડા ભેગા કરવા બહુ જ કઠીન હોય છે. અતી શ્રીમંત અને નીચેના ગરીબી રેખા નીચે જીવતા લોકો અને આ બે વચ્ચેના મધ્યમ વર્ગને સૌથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. લાંબા ગાળાની ગરીબીનું કોઇ એક ચોક્કસ કારણ નક્કી કરવું મુશ્કેલ છે ત્યારે વિશ્વના સૌથી ગરીબ દેશો કેવી સ્થિતિ હશે તેની કલ્પના પણ કંપારી છોડાવે છે. દરેક દેશની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (ૠગઈં) પર આધારીત છે, જે દેશની કુલ આવકને તેની વસ્તી દ્વારા વિભાજીત કરવાનું માપ છે. ધનાઢ્ય દેશોને પણ કોવિડ-19ના સમયમાં તકલીફ પડી હતી તો અલ્પ વિકસીત દેશોની હાલત કેવી થઇ હશે. દરેક રાષ્ટ્રના ચલણની સરખામણી કરવા એટલા પધ્ધતિ જેવી ટેકનિકનો ઉપયોગ કરી ગણતરી કરવામાં આવે છે જેમાં વર્લ્ડ બેંકનો મહત્વનો રોલ હોય છે.

1 14 1

 

વિશ્વનાં ટોપ ફાઇવ સૌથી ગરીબ દેશોમાં બુરૂન્ડી, સોમાલિયા, મોઝામ્બિક, મેડાગાસ્કર અને સિયેરા લિયોનનો સમાવેશ થાય છે. આ બધા દેશો સૌથી ઓછા વિકસતા દેશોમાં પણ સ્થાન ધરાવે છે. દર વર્ષે ગ્લોબલ રીપોર્ટમાં આવા ગરીબ દેશોને ચાર સ્તરીયમાં ઓછી આવક ધરાવતી અર્થ વ્યવસ્થા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવા દેશોમાં ગૃહયુધ્ધો, વંશિય અને સાંપ્રદાયિક ઝઘડાના ભોગ બનતા અને કોવિડ-19 જેવી મહામારી આવતા સ્થિતિને વધુ ખરાબ કરી હતી. વિશ્વના ધનાઢ્ય દેશોની વાત, મુલાકાત, સાધન સુવિધા વિશે બધા વાત કરે પણ આજના લેખમાં વિશ્વના ટોપ-10 ગરીબ દેશોની વાત કરવી છે.

1 13 2

વિશ્વના ગરીબ દેશોને તેમની નાણાકિય સ્થિતિ સુધારવામાં મદદ સાથે તે દેશના નાગરીક માટે જીવનની એકંદર ગુણવત્તા સુધારવા માટે યુનાઇટેડ નેશન્સ (ઞગ) જેવી પ્રાથમિક પધ્ધતિ કાર્યરત છે. રાષ્ટ્રની સંપતિમાં તેના કુદરતી સંશાધનો, શૈક્ષણિક પ્રણાલી, રાજકીય સ્થિરતા અને રાષ્ટ્રીય દેવું સહિતના પરિબળો ફાળો કે ભાગ ભજવતા હોય છે. ૠગઈં એ દેશના આર્થિક સ્વાસ્થ્યનું થોડું વધુ સચોટ માપ મનાય છે. હાલ 2022ના ગ્લોબલ રીપોર્ટ આધારે વિશ્વના સૌથી વધુ ગરીબ દેશોની યાદીમાં બુસન્ડી, દક્ષિણ સુદાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ ડોંગો, સોમાલિયા, નાઇજર, મોઝામ્બિક, માલાવી, ચાડ અને મેડાગાસ્કર જેવા 10 ટોપ દેશો છે.

1 10 4

યુક્રેનમાં થયેલ યુધ્ધે વસ્તુઓને વધુ ખરાબ બનાવી, તીવ્ર ઊંચા ભાવે અને વ્યાપક પૂરવઠાની અછતને કારણે વૈશ્ર્વિક સ્તરે ખાસ કરીને ગરીબ દેશોને વધુ નુકશાન પહોંચાડ્યું છે. આ પરિસ્થિતિ ત્યારે ઉત્પન્ન થઇ કે હજી કોરોનામાંથી વિશ્વ સંપૂર્ણ બહાર નહોતું આવ્યું. કોવિડ પહેલા કરતા સ્થિતિ વધુ વણસી હતી.

1 8 6

અત્યંત ગરીબીમાં જીવતી વિશ્વની વસ્તીનો અંશ અને વિશ્ર્વે મેળવેલી પ્રગતિને ઉલટાવી દીધી હતી. કોરોનાએ વિશ્વની અર્થવ્યવસ્થાની કમર તોડી નાંખી હતી. ઈંખઋ એ સર્વેમાં અનુમાન લગાવ્યું કે ગરીબીમાં જીવતા દેશોની વધુ 150 મિલિયન લોકો અત્યંત ગરીબીની હરોળમાં પ્રવેશી ગયા છે. ઓછી આવક ધરાવતા દેશો, જ્યાં ખોરાક વપરાશના મોટા હિસ્સાનું પ્રતિનિધિતત્વ કરે છે ત્યાં ફૂગાવાની અસર જોવા મળી હતી. ગરીબી ઘટાડામાં લાભની જગ્યાએ વિપરીત અસરો વિશ્વના આ 10 દેશોમાં જોવા મળી છે. આ સુચિના ત્રણ દેશોમાં સતત અને વ્યાપક દુષ્કાળને કારણે ખોરાકની અછત સાથે તબીબી અને સામાજીક સમસ્યાનું કારણ બને છે.

1 7 7

દુનિયાના સૌથી વધુ ગરીબ દેશમાં બુસન્ડીમાં હુતુ-તુત્સી વંશીય સંઘર્ષ અને ગૃહયુધ્ધથી આ દેશ તકલીફમાં મુકાયો. 12 મિલિયન નાગરીકોમાંથી 90 ટકાનો નિર્વાહ ખેતી પર આધાર રાખે છે અને તેમાંથી મોટાભાગના લોકો અત્યંત ગરીબીમાં જીવે છે. આ દેશની ખોરાકની અછત બહુ મોટી સમસ્યા છે. આફ્રિકન દેશોમાં પાણી અને સ્વચ્છતાની પહોંચ પણ ખૂબ જ ઓછી છે. 5 ટકાથી ઓછી વસ્તી પાસે વિજાતી છે. દક્ષિણ સુદાન વિશ્વનું સૌથી નવુ રાષ્ટ્ર છે. આફ્રિકાના સૌથી લાંબા સમયથી ચાલતા ગૃહ યુધ્ધ સાથેના સંઘર્ષને સમાપ્ત કરનાર કરારના છ વર્ષ પછી જુલાઇ-9, 2011માં તેનો જન્મ થયો હતો. આ દેશ આજે વિશ્વના સૌથી ગરીબ દેશોની યાદીમાં બીજા સ્થાને છે.

1 6 4

ત્રીજા સ્થાને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક દેશ આવે છે જેમાં ખુબ જ ગરીબ લોકો વસે છે. સોનું, તેલ, યુરેનિયમ અને હિરાથી સમૃધ્ધ દેશે હવે પ્રગતિ કરી છે. અવિકસીતમાંથી આ રાષ્ટ્ર પ્રગતિના કેટલાક સંકેતો જોવા મળે છે. આ દેશની વસ્તી માત્ર 4.8 મિલિયનની જ છે. ચોથા સ્થાને 1960માં બેલ્જિયમથી આઝાદી મેળવનાર કોંગોનું સ્થાન છે. આ દેશે દાયકાઓથી સરમુખ ત્યારશાહી, રાજકીય અસ્થિરતા અને સતત હિંસા સહન કરી છે. પાંચમાં સ્થાને સોમાલિયા દેશ આવે છે. જેને ત્રણ દાયકાની આંતરિક હિંસા અને સંઘર્ષના પરિણામે હજારો લોકોનું સ્થળાંતર, વારંવાર દુકાળ અને પૂર પછી દુષ્કાળ અને રોગ, આરોગ્ય સેવાનો અભાવનો સામનો કર્યો છે. યુવાનોમાં બેરોજગારીનું વિશાળસ્તર સોમાલિયાની પ્રજામાં નિરાશા પેદા કરી રહી છે, 16 મિલિયન વસ્તી ધરાવતા દેશમાં સતત મુશ્કેલી આવતી જ રહે છે.

1 5 5

પૂર્વ આફ્રિકાના દરિયાકાંઠે 400 કિ.મી. દૂર સ્થિત મેડાગાસ્કર વિશ્વનો ચોથો સૌથી મોટો ટાપુ છે, જેમાં આશ્ર્ચર્યજનક વન્યજીવન માટે જાણીતો છે. સમૃધ્ધ પ્રવાસન ઉદ્યોગ પણ દેશને ગરીબીમાંથી બહાર કાઢવા સક્ષમ નથી. મોટાભાગની વસ્તી હજુ પણ તેની આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. 1960માં ફ્રાંસથી સ્વતંત્ર થયા પછી મેડાગાસ્કરે રાજકીય અસ્થિરતા, હિંસક બળવા અને વિવાદિત ચૂંટણીઓનો અનુભવ કર્યો છે. આ દેશમાં બાળકમાં કુપોષણનો સૌથી ઉંચો દર અને દુષ્કાળનું જોખમ વધારે છે.

1 3 8

વિશ્વના સૌથી ગરીબ દેશોની યાદીમાં મુખ્યત્વે આફ્રિકન દેશો

વિશ્વમાં સૌથી વધુ ગરીબ દેશોની યાદીમાં મુખ્યત્વે આફ્રિકન દેશોનો સમાવેશ થાય છે, તે પૈકી કેટલાક તો ભયંકર પડકારોનો સામનો કરતાં મુશ્કેલ જીવન જીવી રહ્યા છે. આ દેશના લોકો પણ સખત મહેનત કરીને આગળ આવવાની કોશિસ કરે છે પણ ગૃહયુધ્ધ, વધુ પડતી વસ્તી, માંદગી, કુપોષણ, નબળા શિક્ષણ જેવા વિવિધ પડકારોને કારણે ગરીબ દેશો ગણાય છે.

1 1 4

યુએન દ્વારા આવા ગરીબ દેશોને ઓછી આવક ધરાવતા દેશો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવા દેશોમાં માથાદીઠ જીડીપી પેદા કરતા દેશોમાં સમાવેશ થાય છે. ગરીબ અથવા શ્રીમંત દેશો એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે તેની સરખામણી કરવા માટે માથાદીઠ GDP  એક મહત્વપૂર્ણ પધ્ધતિ માનવામાં આવે છે. વિશ્વનાં સૌથી પાંચ ગરીબ સબ-સહારન આફ્રિકાના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.