૨૭૬ બોટલ દારૂ ૪૦૮ બિયરના ટીન અને કાર કબજે કરી
પશ્ર્ચિમ કચ્છ એલસીબી સ્ટાફે નખત્રાણા તાલુકાના ભડલી ગામની સીમમાં દરોડો પાડી કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જયારે દરોડાની ગંધ આવી જતા બે બુટલેગર નાસી જતા તેને ઝડપી લેતા ચક્રોગતિમાન કર્યા છે.
વધુમાં અંગ્રેજી દારૂનો મોટો જથ્થો હેરફેર થતો હોવાની બાતમીના પગલે મોરજરથી ભડલી જતા માર્ગે ભડલીની નદીના વિસ્તારમાં ક્રિકેટના મેદાન નજીક વોચ ગોઠવી એલસીબીની ટુકડીએ કાર અટકાવી હતી અને તેની તલાશી લેતા તેમાંથી શરાબની ૨૭૬ બોટલ અને બિયરના ૪૦૮ ટીન કબજે કરાયા હતા.
જાણવા મળતી વધુ વિગત મુજબ રૂ.૯૬,૬૦૦ની કિંમતના શરાબના આ જથ્થા ઉપરાંત ૪૦,૮૦૦ની કિંમતનો બિયર અને પાંચ લાખની કિંમતની કાર કબજે કરાઈ હતી. બનાવના સ્થળેથી બહાદુરસિંહ જાડેજાની ધરપકડ કરાઈ હતી. જયારે આ જથ્થાની જેને ડિલિવરી આપવાની હતી તે ચાવડકાનો જીવુભા જાડેજા અને વરસાણા ગામનો દિવાનસિંહ જાડેજા દરોડા સમયે હાથમાં આવ્યા ન હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com