૧૫૬ વિદેશી દારુની બોટલ સાથે કુલ રુ.૧.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે
માંડવી ઇન્ચાર્જ પી.એસ.આઇ એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલી બાતમીના આધારે, એક સફેદ કલરની મારૂતી અલ્ટો ગાડી નં.GJ -૧૨-BF-૨૯૦૩ વાળીમાં ઇંગ્લીશ દારુ ભરીને એક ઇસમ શ્રી હરીકૃપા સોસાયટીમાંથી નીકળનાર છે. જેથી વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ વોચ ગોઠવવાતા તે દરમ્યાન અલ્ટો ગાડી નીકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી મુદામાલ ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારુ-મેકડોવેલ વ્હીસ્કી બોટલ નંગ-૧૨, કિ.રુ.૪૫૦૦ એપીસોડ હીસ્કી બોટલ નંગ-૧૪૪, કિ.રુ.૫૦,૪૦૦ મોબાઇલ ફોન નંગ-ર , કિ.રુ.૩૦૦૦ મારુતી અલ્ટો ગાડી કિ.રુ.પ ૦,૦૦૦ એમ કુલ કિંમત રુપિયા ૧,૦૭,૯૦૦ સાથે આરોપી નારાણ બુધુ ગઢવી, ઉ.વ. ર૪, રહે. મસાલા માર્કેટ પાછળ, માંડવી મુળ ગામ-ભાડા, જ્યારે પકડાઈ ગયેલ જ્યારે હરજોગ ગોપાલ ગઢવી, કલવાણ રોડ, માંડવી નજર મળી ના આવતા તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે. બંને ઇસમો વિરુધ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ અર્થે માંડવી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરી હોવાનું જાણવા મળ્યું હતું.