સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઈસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના ઈન્ચાર્જ પો.ઈન્સ. એસ.બી.સોલંકીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એચ.એમ.રાણા તથા એ.એસ.આઈ ઘનશ્યામભાઈ મસીયાવા તથા દાદુભાઈ કરીમભાઈ તથા રણજીતસિંહ કે.પરમાર, એચ.સી. યોગેન્દ્રસિંહ ચુડાસમા તથા મહીપતસિંહ હેમતસિંહ તથા હસમુખભાઈ પરમાર તથા ડાયાલાલ પટેલ તથા પી.સી. સંજયસિંહ તથા મહિપાલસિંહ તથા વુ.લોકરક્ષક સંગીતાબા તથા પ્રિયંકાબેન વિ.સ્ટાફના માણસો સાથે મુળી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ હતા
દરમ્યાન એ.એસ.આઈ રણજીતસિંહ કે પરમાર તથા એચ.સી. મહિપતસિંહ હેમતસિંહનાઓને મળેલ બાતમી આધારે સગરામભાઈ ખોડાભાઈ બલીયા જાતે.રબારી (ઉ.વ.૪૬, રહે.પલાસા, તા.મુળી, જી.સુરેન્દ્રનગર)વાળો એક દેશી હાથ બનાવટી તમંચા સાથે મુળી વગડીયા રોડ ઉપર રામપરડા ગામના બોર્ડ (પાટીયા) પાસેથી હકિકત આધારે મજકુર ઈસમ પાસેથી એક દેશી હાથ બનાવટની તમંચો કિ.રૂ.૨૫૦૦/- સાથે પકડી પાડેલ છે. જેથી મજકુર ઈસમ વિરુઘ્ધમાં મુળી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવવામાં આવેલ છે.