જામનગરની નૂરી ચોકડી પાસેથી ગઈકાલે સાંજે પોલીસે એક શખ્સને અંગ્રેજી શરાબની ર૮ બોટલ સાથે પકડી પાડયો છે. જ્યારે ઢીંચડા રોડ પરથી રિક્ષામાં લઈ જવાતી છ બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ સપ્લાયરનું નામ આપ્યું છે.

જામનગરના હાપા રોડ પર આવેલી નૂરી ચોકડી પાસે ગઈકાલે સાંજે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે ત્યાંથી પસાર થયેલા દિગ્જામ મીલ નજીક આવેલા ભક્તિનગરના રહેવાસી અરૃણસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ નામના શખ્સને પોલીસે રોકી તેની તલાશી લેતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની ૨૮ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૧૪ હજારની કિંમતનો શરાબનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી છે અને તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. જામનગરના ઢીંચડા રોડ પર ગઈકાલે સાંજે પસાર થતી જીજે-૧૦-ટીવી ૪૦૫૫ નંબરની ઓટો રિક્ષાને પોલીસે રોકાવી હતી. આ રિક્ષાની તલાશી લેવાતા તેમાંથી અંગ્રેજી શરાબની છ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે જઈ રહેલા મયુરનગરના આસિફ હુસેન સંધી, ઈકબાલ ઈશાક લાખા તથા ઈકબાલ હસન સંધી નામના ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત જથ્થો એરફોર્સ રોડ પર આવેલા ગાયત્રીનગર પાસે રહેતા ભાયા ખીમાભાઈ જોગલ પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે. પોલીસે કુલ રૃા.૬૦ હજારનો મુદ્દામાલ ઝબ્બે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.