ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.હેડ.કોન્સ ફારુકભાઈ તથા પો.કોન્સ. વિભાભાઈ ગાગજીભાઈ, દેવરાજભાઈ મગનભાઈ ,નરેશભાઈ સુરભાઈ સહિતની ટીમ દ્વારા ચોટીલા ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે આરોપી અશોકભાઈ નાજભાઇ કાઠીએ પોતાના મો.સા. મા ઇંગ્લિશ દારૂ જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ૦૪ કુલ કિંમત રૂ. ૧૬૦૦/- તથા મોબાઇલ નંગ ૧ કિ રૂ.૫૦૦/- તથા બજાજા કંપની નું પલ્સર મો.સા. કિ રૂ.૧૨૦૦૦ ને કુલ કિ રૂ.૧૪૧૦૦/-ના મુદ્દામાલ* પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની રેઇડ દરમિયાન આરોપી અશોકભાઈ નાજભાઈ કાઠી દરબાર હાજર મળી આવેલ .
ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા પકડાઈ ન ગયેલ દિલીપભાઈ ઉર્ફે દીપો બાવકુભાઈ ધાંધલ પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે…