માતા ત્રિશલાની કુખે ગર્ભ ધારણ થતાં જ સારાયે ક્ષત્રિય કુંડનગરમાં ધન, ધાણ્ય આદિ અપરંપાર વૃદ્ધિ થવા લાગી: ગર્ભ કાળ પૂર્ણ થતાં જ ચૈત્ર સુદ તેરસના પ્રભુનું અવતરણ થયું ત્યારે ૬૪ ઈન્દ્રો, ૫૬ દિશા, કુમારિકાઓ તથા મનુષ્ય લોકના માનવીઓએ જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવ્યો: પ્રભુ મહાવીર કહે છે કે: માનવનો ભવ એટલે અનંતા ભવોનો અંત કરવાનો ભવ જીવોના રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવોના ભ્રમણથી જીવનનનો સંસાર સતત ચાલુ રહે છે.
આવા ભાવ જ ખુદ દુ:ખ છે. દુ:ખની હારમાળાના ચાલક છે આવા ભાવોથી કાયમી છુટકારો એજ સંપૂર્ણ સુખ. આ સંપૂર્ણ સુખ તરફ લઈ જતો માર્ગ એટલે ધર્મ. સંપૂર્ણ સુખના અર્થજીવે આ માર્ગ પર ચાલવુ એજ સત્ય ધર્મપ્ર‚પકનો સાચો માર્ગોપદેશ છે.
જૈનોના ચોવીસ તીર્થકરો પૈકીના છેલ્લા તીર્થકર ચોવીસમાં વર્ધમાન મહાવીર સ્વામીની વાત કરીએ તો ‘જો મારી શકિત હોય તો જગતનાં તમામ જીવોને કાયમી સુખ પ્રાપ્તિનાં માર્ગના રસિક બનાવું’ એવી શુભભાવના દ્વારા પૂર્વના ત્રીજા ભવમાં એમણે એ ભાવનાને અનુ‚પ અને સાકાર કરી આપે તેવી તપ: સંયમ તેમજ અહિંસાની આરાધના કરી હતી.
ભાવાનુ‚પ પૂણ્ય સર્જન કર્યું હતું ત્યાંના આયુષ્યની પૂર્ણતા બાદ ૧૦માં દેવલોકમાં દેવ બન્યા પછીથી ક્ષત્રિયકુંડનગરના જ્ઞાતક્ષત્રિય રાજા સિદ્ધાર્થનાં મહારાણી ત્રિશલાદેવીની પવિત્ર કુક્ષીમાંથી જન્મ પામે છે. પ્રભુ માતાની કુક્ષીમાં હતા ત્યારે માતા ગર્ભના પ્રભાવે આદિ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. પ્રભુ માતાની કુક્ષીમાં આવેલા ત્યારથી જ સિદ્ધાર્થ રાજાના રાજય વગેરેમાં ધન-ધાન્ય આદિની વૃદ્ધિ થતી રહી હતી. પ્રભુનું નામ વર્ધમાન રખાયું.
અનુક્રમે યૌવન પામેલા પ્રભુ પરણ્યા…ત્રીસ વર્ષની ઉંમરે પ્રભુએ રાજય-અંત:પુર આદિનો ત્યાગ કર્યો. શ્રમણ-સાધુ દીક્ષા લીધી. સંપૂર્ણ હિંસાત્યાગ-અસત્યત્યાગ-ચૌર્યત્યાગ-અબ્રહ્મત્યાગ-પરિગ્રહ-ત્યાગની ભીષ્મ પ્રતિજ્ઞાવાળા બન્યા. તદનુ‚પ પાલનવાળા બન્યા. સાડા બાર વર્ષની ઘોર સંયમ-તપ-અહિંસા ધર્મની સાધના દ્વારા વીતરાગ બન્યા-સર્વજ્ઞ બન્યા.
જગતના તમામ જીવોના ભલા માટેનું શાસન-તીર્થસ્થાપન કરનારા તીર્થકર બન્યા. દેવેન્દ્રોથી પૂજિત બન્યા-સંપૂર્ણ સત્ય પ્રકાશક બન્યા. બોતેર વર્ષના સંપૂર્ણ આયુષ્ય બાદ નિર્વાણ પામ્યા. દેહ-મન-વચન-પુદ્ગલ રહિતની કાયમી શુદ્ધ આત્મદશા પામ્યા. જન્મ-જરા-મૃત્યુ-આધિ-વ્યાધિ-ઉપાધિથી સદૈવ સુખ પ્રાપ્ત સ્વયં બન્યા. આજે પણ એમના બતાવેલા કર્તવ્ય અને અકર્તવ્ય માર્ગ પર ચાલનારા ભવ્ય જીવો દુ:ખમુકિત અને સુખ પ્રાપ્તિના માર્ગ પર આનંદ-કિલ્લોલ કરી રહ્યા છે. પરમાત્મા મહાવીર-વર્ધમાન સ્વામી એ તારક કોઈ સંપ્રદાયના-કોઈ એક પ્રાંતના-કોઈ એક દેશના હતા એમ નહીં પણ એ પ્રાણીમાત્રના હતા, પ્રાણીમાત્ર માટે હતા.
દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.માતા ત્રિશલા પોતાને આવેલા સપનાની વાત મહારાજા સિધ્ધાથેને કરે છે.રાજા કૂશળ સ્વપ્ન પાઠકોને બોલાવી તેના અથેને જાણે છે. જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા તથા જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્સ્ય ધારાશાસ્ત્રી કમલેશ શાહે જણાવ્યું કે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ૧૭/૪/૧૯ ના આવી રહ્યો હોય, ચાલો….આપણે પણ મહા સ્વપ્નાઓનું મહાત્મય જાણીયે…. હાથી : હે માતા… આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિભેય થઇને વિચરશે. ઋષભ: આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય – કષાયરૂપી કાદવ – કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.
સિંહ : આ શુરવીર પુત્ર સિંહ ની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર – નિભેય બનીને વિચરશે. લક્ષ્મી : હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મી ને વરશે. પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધમે સમજાવી તીથેની સ્થાપના કરશે. ચંદ્ર : હે માતા… અાપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.
સૂયે : આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી સૂયે સમાન તેજસ્વી – ઓજસ્વી બનશે. ધજા : જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર – સુદૂર ફેલાશે. કળશ : અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જ્ઞાનામૃત પીવડાવશે. પદ્મ સરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે. ક્ષીર સમુદ્ર : હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર બનશે.
દેવ વિમાન : સદ્દગતિનું પ્રતિક છે.હે માતા… તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે. રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.અગ્નિ : હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દશેનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર બનશે.
પ્રભુ મહાવીરનાં શાસનમાં ૧૪૦૦૦ શ્રમણો, ૩૬૦૦૦ શ્રમણીઓ (સાધ્વીજીઓ), ૧,૫૦,૦૦૦ શ્રમણોપાસકો, ૩,૧૮,૦૦૦ ભાવિકાઓ હતા જેમાં મગધ અંગ દેશના અધિપતિ સમ્રાટ શ્રેણિક મહારાજા, ચંપા નરેશ કોણીક જેવા ભકતો પણ હતા કે જેઓ પ્રભુના મંગલ પર્દાપણના સમાચાર આપનારનું દારિદ્ર દૂર કરી દેતા.
પ્રભુએ કમે સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરી ચાર ધાતિ કર્મોનો ક્ષય કરી વૈ. સુદ દશમના ગોદુ આસને ચોથા પ્રહરમાં છઠ્ઠ તપની આરાધના સાથે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કર્યું અસંખ્ય દેવાઓ કેવળ મહોત્સવ ઉજવ્યો. કેવળ જ્ઞાનની પ્રાપ્તી પછી જ પ્રભુએ ઉપદેશ દેશનાં આપવાનું શ‚ કર્યું. પ્રભુની દેશના અધે માગ્ધી ભાષામાં સૌ પોત પોતાનીભાષામાં સમજી જાય તેવી, ક્રોંચ પક્ષીની જેવી મંજુલ સ્વરી, મીઠ્ઠી મધુરી, માલકોષ રાગમાં ગંભીર અને વૈરાગ્ય સભર ૩૫ ગુણયુકત જિનવાણી હોય છે.
પ્રભુની અણમોલ વાણીનું શ્રવણ કરવા ૧૨ પ્રકારની પરિષદ આવે તેમાં સુર્યોભદેવ પણ આવે અને સુબાહુકુમાર પણ આવે જિનવાણીનું અમૃતપાન કરી અર્જુન મળી જેવા ખૂનીમાંથી મૂનિ બની ગયા. કયાં ભાગ્યશાળી આત્માઓ ભોગીમાંથી યોગી બની ગયા. કંઈક હળુ કર્મી આત્માઓ જીવનમાં પછી શીવ બની ગયા અરે ! પેલા નંદ મણિયારનો આત્મા દેવાધિદેવના દર્શન માત્રથી ભાવનાથી દેડકો દર્દર દેવ બની ગયો.
પ્રભુ મહાવીર કહે છે માનવીનો ભવ એટલે અનંત ભવોના અંત કરવાનો ભવ:પ્રભુના સમવસરણની રચના દેવો કરે છે. પ્રભુના ઈન્દ્રભૂતિ આદિ ૧૧ ગણધાર ભગવંતો હતા. કહેવાય છે કે પ્રભુ આ ગણધાર ભગવંતોને ત્રિપદી સાથે અને ગણધરોતેમાંથી અંગસુત્રોની રચના કરે, ગ્રંથ્થ કરે. પરમાત્મા ૧૦૦૮ ઉત્તમ લક્ષણોનાં ધારક હોય, ૮ પ્રતિહાયે હોય ૩૪ અતિશાયો તેમજ ૭૨ કલાઓમાં પ્રવિણ હોય, જૈનાગમ શ્રી સુયગડાંગ સુત્રમાં આમકામ ભગવંતોએ ફરમાવ્યું કે, દાનમાં અભયદાન, તપમાં બ્રહ્મચર્ય, ઉપવનમાં નંદનવન, ધ્વનિઓમાં મેઘધ્વનિ, હાથીઓમાં અરાવત, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગ‚ડ, નદીઓમાં ગંગા તેમ મુનિઓમાં, જ્ઞાનિઓમાં, તપસ્વીઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા.
અઢાર દેશના રાજા મહારાજાઓ અને વિશાળ જનમેદની સમક્ષ પરમ પૂણ્યશાળી પાવાપુરીના પ્રાંગણે પ્રભુએ પોતાની અંતિમ દેશના ઉપદેશ સ્વ‚પે શ્રી ઉત્તરાધ્યયન સુત્ર અને શ્રી પાવક સુત્રની વાંચના આપી જીવન‚પી દીવામાંથી આયુષ્યરૂપી તેલ પૂણર થવામાં હતુ ત્યારે પ્રાર્થના કરે કે હે પ્રભુ ! માત્ર બે ઘડીનું આપનું આયુષ્ય વધારી અમારી ઉપર કૃપા કરો. આ સાંભળી ત્રિલોકનાથ પ્રત્યુતર આપે કે હે ગૌતમ ! ન ભૂતો, ભવિષ્યતિ, ન અઠ્ઠે, ન સમઠ્ઠે અર્થાંત ભૂતકાળમાં આવું કદી થયું નથી, ભવિષ્યમાં કદી થશે નહી મૃત્યુને પાછુ ઠેલવવામાં કોઈ સમર્થ નથી. આસો વદ અમાસના પ્રભુનો આત્મા આઠેય કર્મોથી મુકત થઈ ૭૨ વર્ષનું આયુષ્ય પરીપૂર્ણ કરી અનંતા સિધ્ધ ભગવંતોની સાથે જયોતમાં જયોત મિલાવી નિર્વાણ પામી સિધ્ધ, બુધ્ધ અને મુકત થયા.
શિવસેના દ્વારા મહાવીર જયંતીની શોભાયાત્રાનું સ્વાગત
રાજકોટ:ભગવાન મહાવીર જન્મકલ્યાણકની ધામધૂમ પુર્વક ઉજવણી અંતર્ગત આજે શહેરમાં નિકળેલી ભવ્ય શોભાયાત્રાનું શિવસેના રાજકોટ એકમ દ્વારા ગેલેકસી ચોક ખાતે ભકિતભાવે સ્વાગત પૂજન કરાયું હતુ આ પ્રસંગે શોભાયાત્રામાં મયુરભાઈ કોઠારી, કમલેશભાઈ શાહ, ભિમભાઈ, નિલેશભાઈ શાહ, ઉપેનભાઈ મોદી સહિતના અગ્રણીઓએ ધર્મયાત્રાનું સ્વાગત પુજન કર્યું હતુ. આ પ્રસંગે શિવસેનાના જીમ્મીભાઈ અડવાણી, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, કિશન સિધ્ધપુરા, વિમલ નૈયા પાર્થ કોટક, રોહિત ગઢીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.