ગુજરાતમા દારૂબંધી હોવા છતા અવનવી તરકીબોથી રાજ્યમે દારુ પ્રવેશ થાય છે તેવામા ધ્રાગધ્રા શહેરમા દર નવા દિવસે એક નવો બુટલેગર વિદેશીદારુના વેચાણમા ઝંપલાવે છે તેના પરથી સાબિત થાય છે કે દારુનુ વેચાણ અને દારુનો જથ્થો કેટલી આસાનીથી મળી જતો હશે તેવામા ધ્રાગધ્રા સીટી પીઆઇ તરીકે કડક અધિકારી એન.કે.વ્યાસ હોવાથી દારુના ખુલ્લેઆમ વેચાણ પર નિયંત્રણ લાવી શકાયુ છે.
છતા કેટલાક બુટલેગરો હજુ પણ અસામાજીક પ્રવૃતિ છોડવાનુ નામ નથી લેતા ત્યારે ધ્રાગધ્રાના ખરાવાડ વિસ્તાર પાસે વિદેશીદારુ ભરેલી રીક્ષા હોવાની બાતમી સીટી પીઆઇ એન.કે.વ્યાસને મળતા પીઆઇ સહિત ધીરુભા પરમાર, ખુમાનસિંહ ડોડીયા, મહિપાલસિંહ, સોયેબ મકરાણી સહિતના સ્ટાફ દ્વારા તુરંત આ સ્થળે જઇ રીક્ષાની વોચ ગોઠવી ઉભા હતા તેવામા ખરાવાડ વિસ્તાર પાસેથી આવતી રીક્ષાને ઉભી રાખી તેમા તપાસ કરતા અંદરથી 96 બોટલ વિદેશીદારુ કિમત રુપિયા 48000નો મળી આવ્યો હતો સાથે રીક્ષા ચાલક નરેન્દ્ર તળશીભાઇની અટકાયત કરી રીક્ષા કિમત રંપિયા 1 લાખ એમ કુલ મળી 1.48 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરનીશકાયઁવાહી હાથ ધરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com