જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ૭ કિલો ૭૦૦ ગ્રામ કબજે કર્યો
ચોટીલા તાલુકાના ભોજપરી ગામની સીમમાં ગાંજાનું વાવેતર કર્યાની ચોકકસ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે રેડ કરી હતી. તેમજ ૭ કિલો ૭૦૦ ગ્રામ ગાંજાના છોડ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા નશાકારક પદાર્થોના સેવનને અટકાવવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ ડામવા ગેરકાયદેસર નશો કરતા અને વેચાણ કરતા શખ્સો સામે કાર્યવાહીની સુચના અપાઇ હતી.આથી એસઓજી ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.ચોટીલા નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજાના વાવેતરની બાતમી મળી હતી.આથી પોલીસ ટીમે ભોજપરા ગામની સીમમાં આવેલા વાડીમાં તપાસ હાથ ધરી હતી.કપાસ અને એરંડાની આડમાં વાવેતર કરાયેલા ગાંજાનાછોડ મળી આવ્યા હતા.આથી તપાસમાં 71 ગાંજાના છોડ મળી આવતા કુલ રૂ.7 કિલો 470 ગ્રામ ગાજો કિંમત રૂ.74,700 સાથે જપ્ત કરાયો હતો.
જ્યારે મુળ ગુંદા ગામના અને હાલ ભોજપરા ગામની સીમમાં રહેતા દિનેશભાઇ કેહાભાઇ મકવાણાને ઝડપી પડાયા હતા.તેમની પુછપરમાં આ ગાંજો પોતાના ઉપયોગ માટે વાવેતર કર્યાનું કબુલ્યુ હતું.આ બનાવની એએસઆઇ રવિભાઇ અલગોતરે નાનીમોલડી પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો.