ગૌમાસની રેકડી વડે હેરફેર થતી હતી: નાસી ગયેલા બે આરોપીને પકડી પાડવા કવાયત
માંગરોળમાં ગૌવંશના માંસની રેકડીમાં થતી હેરાફેરી પોલીસે ઝડપી લઈ ૫૦૦ કિ.ગ્રા. મટન સાથે એક શખસને ઝડપી લીધો હતો. જયારે બે નાસી છુટયા હતા. પોલીસે ગૌવંશ કતલનો ગુનો દાખલ કરી ધોરણસરની કાયઁવાહી હાથ ધરી છે
નવ નિયુકત એસ.પી. સૌરભસીંઘની જીલ્લામાં ચાલી રહેલી અસામાજીક પ્રવૃતિઓને ડામી દેવાની કડક સુચના બાદ શહેરના મકતુપુર ઝાંપા વિસ્તારમાંથી અમુક ઈસમો ગૌવંશની કતલ કરી તેનું માંસ રેકડીમાં ભરી નીકળવાના હોવાની પીએસઆઈ આર.એમ.ચૌહાણને વહેલી સવારે બાતમી મળી હતી.
જેના આધારે એએસઆઈ સીસોદીયા, પો.કો. સુરેશભાઈ, કુલદીપસિંહ, રાહુલગીરી સહિતનો સ્ટાફે મચ્છી માકેઁટ નજીક રાઠોડ ફળીયાના નાકે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન એક રેકડીમાં ત્રણ શખ્સો મટન ભરીને આવતા હતા. પોલીસને જોઈ ઈસ્માઈલ યુસુફ નગરી અને યુસુફ ટેલો નામના શખ્સો નાસી ગયા હતા. જયારે યુસુફભાઈ ઈબ્રાહીમભાઈ નગરી ઉફેઁ ટટ્ટી(ઉ.વ. ૫૫, રહે.ચારાબજાર, ચીકલી ફળીયા) ઝડપાઇ જતા પોલીસે ૫૦૦ કી.ગ્રા. માંસ અને રેકડી સહિત ૭૬,૦૦૦રૂ.નો મુદામાલ કબ્જે કયોઁ હતો.
કાઉ મીટ પરિક્ષણ લેબમાં માંસનો આ જથ્થો ગૌવંશનો હોવાનું ખુલ્યુ હતું. ફરાર બે આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.