જિ.પંચા.પશુપાલન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી : 27,262 પશુઓનું રસીકરણ : અસરગ્રસ્ત 354 પશુઓ સારવાર હેઠળ
લમ્પી સ્કીન રોગથી પશુઓને સુરક્ષિત રાખવા માટે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના 11 તાલુકાઓમાં પશુ ચિકિત્સકોની 49 ટીમનું આયોજન કરીને રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
લમ્પી સ્કિન રોગ અને તેની અફવાઓથી ગભરાયા વિના તાત્કાલિક પશુ ચિકિત્સકનો સંપર્ક સાધવાની સલાહ આપતાં જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો.કે.યુ.ખાનપરાએ જણાવ્યું છે કે, જિલ્લાના 11 તાલુકાઓમાં 49 ટીમ કાર્યરત છે. તા. 22 જુલાઈની સાંજની સ્થિતિમાં અસરગ્રસ્ત 34 ગામોમાં લપ્પી સ્કીન રોગથી સંક્રમિત 354 5શુઓ નોંધાયા છે, જેની સારવાર શરૂ છે તેમજ અત્યાર સુધીમાં એટલે કે 22 જુલાઈ સુધીમાં 27,ર6ર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત લમ્પી સ્કિન રોગથી એક પશુનું મરણ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે લપ્પી સ્કીન રોગની સારવાર શક્ય છે એટલે ગભરાયા વિના પશુ પાલકોએ 1962 ઉપર ફોન કરીને અથવા તાલુકાના પશુ ચિકિત્સકનો સંપર્ક કરીને પશુઓને તાત્કાલિક સારવાર મળે તેવા પગલાં લેવા જોઈએ.
જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા દરેક તાલુકામાં એક અને રાજકોટ ખાતે બે 1962 એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ પશુનું મરણ થાય તો પોસ્ટ મોર્ટમ સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. નોંધનીય છે કે, પશુપાલકો માટે તેમનું પશુધન અમૂલ્ય હોય છે. તેમના પશુધનને લમ્પી સ્કીન રોગથી બચાવવા માટે જિલ્લા પંચાયતના પશુ પાલન વિભાગ અને પશુ ચિકિત્સકો દ્વારા સાતત્ય પૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે તેમ ડો.ખાનપરાએ ઉમેર્યું હતું.
લમ્પી વાઇરસ અંગે પશુપાલકો સતર્ક બને
લમ્પી વાઇરસ એ પશુઓમાં જોવા મળતો ચામડીનો રોગ છે જે માખી-મચ્છર દ્વારા રોગગ્રસ્ત પશુઓ માંથી અન્ય પશુઓમાં ફેલાઇ છે આ રોગના લીધે ચામડી ઉપર ફોલ્લા થવા, તાવ આવવો, નાક માંથી પ્રવાહી આવવું. પશુ ખાતુ બંધ થવું વગેરે લક્ષણો જોવા મળે છે. પરંતુ પશુનું મરણ પ્રમાણ નહિવત હોય છે. હાલ રાજકોટ જિલ્લા પશુપાલન વિભાગની 49 ટીમો ઘેર ઘેર સર્વે, રસીકરણ, સારવાર તથા પશુ મૃત્યુ જણાયે પોસ્ટ મોર્ટમ વગેરેની કામગીરી કરી રહી છે. હાલ રાજકોટ જિલ્લામાં માત્ર એક પશુ મરણ આ રોગના કારણે નોંધાયેલ છે. જેથી પશુપાલકોને આ યાદી દ્વારા નિવેદન છે કે, કોઇપણ પશુ મરણ કે જે તેઓને આ રોગને કારણે મરણ થયુ હોય એવું જણાઇ અથવા તો અંગે શંકા હોય તો ક્ધટ્રોલ રૂમને પશુ મરણની જગ્યાના સરનામા સાથે જાણ કરવા વિનંતી જેથી ટીમ તુરત પહોંચી તેનું પોસ્ટમોર્ટમ કરી સાચું કારણ જાણી અને જણાવશે. જેથી અન્ય પશુપાલકોમાં પણ આ રોગથી થતા પશુમરણ અંગેની ખોટી અફવાઓ કે ભય ના ફેલાઇ તેવી યાદી ડો. કે.યુ.ખાનપરા જિલ્લા પશુપાલન અધિકારી, રાજકોટ દ્વારા અપાયેલ છે.