Abtak Media Google News

હાલ કેનેડામાં આંતરિક સ્થિતિ સ્થિર, કઈ ચિંતાજનક ન હોવાનો વિદ્યાર્થીઓનો વાલીઓને દિલાસો

students

નેશનલ ન્યૂઝ 

ગુજરાતના દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવને પગલે આ વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. જો કે હાલ કેનેડામાં આંતરિક સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભારત-કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ત્યારે કેનેડામાં વસતા ભારતીયોના પરિવારોમાં ચિંતા વ્યાપી છે. જેમાં ગુજરાતના 1.5 લાખ જેટલા વિધાર્થી કેનેડામાં અભ્યાસ કરે છે. અનેક પરિવારો કેનેડામાં સ્થાયી થયા છે. તથા એડવાઇઝરી જાહેર થયા બાદ પરિવારજનોમાં ચિંતા છે. પરિવારની સરકાર તરત અસરકારક પગલા લે તેવી માગ છે. તેમજ સરકારે હેટક્રાઇમ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. કોવિડ-19 પછી ભારતે વિઝા સસ્પેન્ડ કર્યા હોય એવો આ પહેલો બનાવ છે. અહેવાલો અનુસાર, વિઝા સેવાઓને સ્થગિત કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
ભારત અને કેનેડાના વણસેલા સંબંધો પછી ગુજરાતી સ્ટુડન્ટ્સ અને તેના પેરેન્ટ્સમાં ચિંતા ઉદભવી છે. એક અંદાજ મુજબ ગુજરાતમાંથી દર વર્ષે 40 હજાર જેટલા ગુજરાતીઓ કેનેડાનાં અલગ અલગ શહેરમાં અને વિવિધ યુનિવર્સિટીમાં જાય છે. વર્ષ 2023માં અત્યાર સુધી 9 લાખ જેટલા સ્ટુડન્ટ કેનેડાની જુદી જુદી સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે. તેમાંથી અંદાજે 20 ટકા સ્ટુડન્ટ માત્ર ભારતના છે.

કેનેડા ભણવા જનારા સ્ટુડન્ટ્સમાં સૌથી વધારે પંજાબના છે, બીજા નંબરે હરિયાણાના છે અને ત્રીજા નંબરે ગુજરાતના સ્ટુડન્ટ્સ છે. જે ગુજરાતી સ્ટુડન્ટ કેનેડા ભણવા ગયા છે તેમનાં મા-બાપને ચિંતા થઈ રહી છે કે હવે શું થશે, જોકે ત્યાં રહેતા સ્ટુડન્ટ્સ કહે છે કે અહીં તણાવ જેવું નથી દેખાતું, બધું નોર્મલ છે. ભારત સરકારે કેનેડામાં રહેતા સ્ટુડન્ટ અને ભારતીય લોકોને સાવધાનીથી રહેવા સલાહ આપી તો કેનેડા સરકારે તેની પ્રતિક્રિયારૂપે કહ્યું, કેનેડા આવવામાં કાંઈ વાંધો નથી. બધું સેઇફ છે. આ બધા વચ્ચે સ્વાભાવિક રીતે કેનેડા રહેતાં મા-બાપને ચિંતા થાય, પણ અત્યારે જે રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે એ વચ્ચે સ્ટુડન્ટ્સને કોઈ વાંધો આવે એવું જણાતું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.