સુંદર આયોજનની મ્યુનિ. કમિશ્નરે કરી સરાહના: અભિનેત્રી અમિષા પટેલનું ધમાકેદાર ‘પરફોર્મમ્સ’ કેમ છો રાજકોટ અમીષા પટેલના ઉદબોધનથી મેદની ઝુમી ઉઠ્યું
રાજકોટ બીલ્ડર એશો.ના પ્રોપર્ટી એક્ષપોમાં વીકએન્ડમાં મુલાકાતીઓની સંખ્યા દોઢ લાખના આંકને પાર કરી હતી. શનિવારે રાજકોટમાં ટી.20 ક્રિકેટ મેચ હોવા છતાં આશરે 50 હજાર કરતા વધુ લોકોએ એક્સ્પોની મુલાકાત લીધી હતી. જ્યારે રાત્રે અમંત્રીતો માટે આયોજિત તોશી બ્રધર્સની કોન્સર્ટમાં આયોજકો સહિત ઓડિયન્સ મન મુકીને ઝુંમ્યુ હતું. સોનુ નિગમ સાથે કામ કરી ચૂકેલા શારીબ-તોશીએ પોતાનું પરફોર્મન્સ આપતા પહેલા એક્સ્પો નિહાળી કહ્યું હતું કે રાજકોટ શહેરમાં આંતરાષ્ટ્રીય કક્ષાનો આવો એક્સ્પો તેઓએ પહેલી વાર નિહાળ્યો છે.
રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાના આયોજન પર ફિદા થયેલા સભ્યોએ ગજેરાને ખભે ઉચકી સ્ટેજ પર એન્ટ્રી કરાવતા લોકોએ ચિચિયારીઓ સાથે તેમણે વધાવી લીધા હતા.
શહેરના ફાનવર્લ્ડ રેસકોર્સની બાજુમાં 6 તારીખથી શરૂ થયેલા પ્રોપર્ટી એક્સ્પો એન્ડ શોકેશ 2023માં રવિવારે રજાના દિવસે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
રાજકોટ શહેરના વિવિધ લોકેશનો પર ચાલી રહેલી ફ્લેટ, ટેનમેન્ટ, વીલા, ડુપ્લેક્સ સહિતના પ્રોજેક્ટ્સની માહિતી એક જ સ્થળે ઉપલબદ્ધ બની હોય એવો આ સૌ પ્રથમ એક્સ્પો છે. બાંધકામ મટીરીયલને લગતી માહિતીની જાણકારી ઉપરાંત ઘર બની ગયા બાદ તેમાં ઇન્સ્ટોલ કરવાની વિવિધ એસેસરીઝ, ઇન્ટિરિયર, ફર્નિચર, બાથરૂમ ફિટિંગ, વોલ ડેકોરેશન, લાઇટિંગ, ગાર્ડનિંગ સહિતની ઑલ ટાઈપ ઓફ ચીજ-વસ્તુની જાણકારી અને એ ક્યાંથી, શું ભાવે ખરીદી કરી શકાય એ અંગેની રજે- રજની જાણકારી અહીં આકર્ષક સ્વરૂપે રજૂ કરવામાં આવી છે.
રવિવારે આઈ. આઈ. આઈ. ડીના દેશભરના હોદ્દેદારો પ્રોપર્ટી એન્ડ શો કેસ 2023ની મુલાકાત લીધી હતી. જેમાં આઈ.આઈ.આઈ.ડી. પ્રેસિડેન્ટ સુરતના સરોશ વાડિયા, પૂર્વ પ્રેસિડેન્ટ પ્રતાપ જાદવ, જોઈન્ટ સેક્રેટરી આદિત્ય ખંભાલતા વિશાખપટ્ટનમ, નિલા નિમ્બાલકર મુંબઇ, ગણેશકુમાર વામ્બે પુણે, પ્રશાંત રેડ્ડી બેંગલુરુ, સુનિતા વારઘેસે કેરાલા, અંશુમાન શર્મા જયપુર, બિંદી સાઓલાપુરકર બેંગ્લોર અને હરેશ પરસાણા રાજકોટ મુખ્યરૂપે સામેલ થયા હતા.
એક્સ્પોમાં વિવિધ કેટેગરીમાં બિલ્ડરોને રવિવારે એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં કોમર્શિયલ પ્રોજેકટ હાઇરાઈઝ બિલ્ડીંગ કેટેગરીમાં રોકડ એન્ડ ડેકોરા ગ્રુપને 9 સ્કેવેર અને મિતેશભાઈ સોરાઠીયાને ટ્વીન્સ સ્ટાર માટે એવોર્ડ મળ્યો હતો. જ્યારે કોમર્શિયલ પ્રોજેકટ હાઇરાઈઝ બિલ્ડીંગ માટે આર.કે. ગ્રુપ , આર.કે. આઇકોન, કોમર્શિયલ પ્રોજેકટ લોરાઈઝ બિલ્ડીંગ માટે ભરતભાઇ સોનવાણીને અનંત માટે,કોમર્શિયલ પ્રોજેકટ લોરાઈઝ બિલ્ડીંગ શિવાલય ડેવલોપર વેસ્ટ ગેટ 2, મિક્સડ ડેવલોપમેન્ટ ઓફ કોમર્શિયલ એન્ડ રેસિડેન્ટ હાઈ રાઈઝ બિલ્ડીંગ માટે શિલ્પન ડેવલોપર સુવર્ણભૂમિ માટે, લાડાણી એસોસીએટ્સ ટ્વીન્સ ટાવર માટે, એફોર્ડબલ હાઉસિંગ પ્રોજેકટ, હાઈરાઇઝ બિલ્ડીંગ માટે એક્ટિવ ડેવડલોપર્સને રાની રેસિડેન્સી માટે, શ્રી બાલાજી સ્માર્ટ બિલ્ડ એલ.એલ.પીને શરણમ સેફ્રોન, એફોર્ડબલ હાઉસિંગ પ્રોજેકટ રેસી. લો.રાઇઝ માટે સંસ્કૃતિ ગ્રુપના સંસ્કૃતિ આંગન માટે, એફોર્ડબલ હાઉસીંગ પ્રોજેકટ લો રાઇઝ કેટેગરીમાં સોપાન ગ્રુપના સોપાન એલિગેન્ટ્સ, મીડીયમ સેગમેન્ટ રેસી. પ્રોજેકટ હાઈરાઇઝ બિલ્ડીંગ કેટેગરીમાં વિક્ટોરિયા એન્ટરપ્રાઇઝના વિક્ટોરિયા ગાર્ડનને, જ્યોતિરાજસિંહ જાડેજા, પ્રદ્યુમન પ્લેટીના, અક્ષત ઇન્ફ્રાના આસોપાલવ લક્ઝરીયા, વિરલ ગ્રુપના વિરલ વાટિકા, લકઝરી પ્રોજેકટ રેસી. હાઈ રાઇઝ કેટેગરીમાં વી.એચ.વી ગ્રુપ વસંત કુંજ રાજદીપસિંહ જાડેજા, લડાણી એસોસીએટ્સ બેલઝા ગાર્ડન, અલ્ટ્રા લકઝરી રેસી. પ્રોજેક્ટ ડેકોરા ગ્રુપના વેસ્ટ હિલ સેકટર 2, ડેકોરા ગ્રુપના વોગ, વિક એન્ડ હોમ એન્ડ બંગલો કેટેગરીમાં રામેશ્વર ડેવલોપર્સના શિવ વીલા બંગોલ્સ તથા રતન્મ રિતેશ મડિયા, રતન્મ લાઈફ સ્ટાઇલ બંગ્લોસને એવોર્ડ મળ્યો હતો.
આ ઉપરાંત બોલીવુડ સ્ટાર અમિષા પટેલએ રાજકોટ બિલ્ડર એસો.ના વુમન્સ વિંગસને સન્માનિત કર્યા હતા જેમાં ડેકોરા ગ્રુપના પ્રેસિડેન્ટ દર્શના પટેલ, સેક્રેટરી મોના રોકડ, આર.કે. ગ્રુપના જોઈન્ટ સેક્રેટરી પ્રીતિકા સોનવાણી, જી હિટ ગ્રુપના જીત ઘોડાસરા, ધનરાજ ક્ધટ્રક્શનના યાના જેઠાણી, હાઈ બોન્ડ સિમેન્ટ ગ્રુપના નિસા વડાલીયા, અલય પ્રોપર્ટીસના ડો. દીપા રાજા, આર.કે. એસોસીએટ્સના સુહાની સોનવાની, સ્પેસ ઇન્ફ્રાવેન્ટરસના એ.આર. સાબરીનાખાન પટેલ, કસ્તુરી એન્ટરપ્રાઇઝના હેલી મહેતા, શ્યામલ ગ્રુપના ઊર્મિ ત્રાબડીયા, ડેકોરા ગ્રુપના આર્ચી પટેલ, પતરિયા પ્રોજેકટના ઉર્વી સોલંકી, ઓસ્કાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રિયલ તળાવીયા, પાન ગ્રુપના રેનીલ પાન, આર.કે. ગ્રુપના લવિશા સોનવાણી, અનંત બિલ્ડ ક્રોપ એલ.એલ પીના જિયા સોનવાણી, હરિદ્વાર ગ્રુપના હિરલ રાણા, યુનિફાઇડ ડિઝાઇન ફર્નિચરના બિંદી આશર, સ્પેસ ઇન્ફ્રાવેન્ચર્સના મીરા તલાવીયા, શિવમ ડેવલોપર્સના દીપ્તિ ગજેરા, રોકડ ગ્રુપના જોનું રોકડ અને લાઇફસ્ટાઇલ ગ્રુપના મોનીકા પટેલનું સન્માન કર્યું હતું. આ એવોર્ડ ફંક્શન માટે જ્યૂરી મેમ્બર મુકેશભાઈ શેઠ, સુરેશભાઈ સંઘવી, જયરાજભાઈ શાહ, એમ.ડી. સાગઠિયાએ સેવા આપી હતી.
રવિવારે તો વિશાળ પાર્કિંગ પણ ફૂલ થઈ જતા લોકો પોતાના વાહનો દૂર દૂર પાર્ક કરીને પણ એક્સ્પો માણવા પહોંચ્યા હતા. મોડી સાંજે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો જયેશ રાદડિયા, મંત્રી રાઘવજી પટેલ, ડો. ભરત બોધરા, એડિશનલ કલેકટર ઠાકર, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરા, ટાઉન પ્લાનર સાગઠિયા, પી.જી.વી.સી.એલ ચેરમેન વરુણકુમાર, જે.સી.પી, રાજકોટ મ્યુ. કમિશનર અમિત અરોરા, સહિતના પધાર્યા હતા. જ્યાં મ્યુ. કમિશ્નરને મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરાયું હતું. આ તકે તેઓએ એક્સ્પોના વખાણ કરતા કહ્યું હતું કે તેઓએ આટલા વિશાલ આયોજનમાં આટલી શિષ્ટ અને સ્વચ્છતા ક્યારેય જોઈ નથી. હું પરિવાર સાથે ફરી એકવાર
એક્સ્પોની મુલાકાતે આવીશ તેવું જણાવી આરોરાએ ઉમેર્યું હતું કે, વિકસી રહેલા રાજકોટને આ એક્સ્પો એક નવી ઊંચાઈએ લઈ જશે.
પરેશભાઈ ગજેરા અને અન્ય આયોજકોએ તેમને સમગ્ર એક્સ્પો દેખાડી તેની વિશેષતાઓથી વાકેફ કરાવ્યા હતા જેનાથી મ્યુ. કમિશનર ભારે પ્રભાવિત થયાં હતાં.
અમિષા પટેલના “કેમ છો રાજકોટ”ના ઉદગારથી ભરચક ઓડિયન્સમાં ગરમી આવી
રવિવારે રાત્રે પ્રોપર્ટી એક્સ્પો એન્ડ શોકેસમાં અમિષા પટેલનું પરફોર્મન્સ નિહાળવા વિશાલ ગ્રાઉન્ડની તમામ સીટો ભરાઈ ગઈ હતી અને સેંકડો લોકોએ ઉભા રહી પરફોર્મન્સ નિહાળ્યું હતું. પ્રારંભમાં જ કેમ છો રાજકોટ કહેતા જ ઠંડીના ચમકારા વચ્ચે લોકોમાં ઉત્સાહજનક ગરમી આવી ગઈ હતી. અમિષા પટેલએ કહ્યું હતું કે મને ગર્વ છે કે હું ગુજરાતી છું. ટૂંકા પરફોર્મન્સમાં પણ અમિષા પટેલ છવાઈ ગઈ હતી. પ્લેબેક સિંગર ચારુ સેમવાલે પણ ભારે દાદ મેળવી હતી, તો અત્યાધુનિક લેઝર શોએ લોકોને ઝકડી રાખ્યા હતા.
11 તારીખ સુધી ચાલનારા એક્સ્પોમાં હજુ ઘણા બોલીવુડ, ટેલિવુડ સેલીબ્રિટીઓ અમંત્રીતો માટે પોતાનું પરફોર્મન્સ આપવાના છે. આગામી ત્રણ દિવસો દરમ્યાન લોકોનો ભારે ઘસારો એક્સ્પો નિહાળવા આવશે અને કંઈક નવું જાણીને જશે ત્યારે આયોજકોએ રાજકોટની જનતાને એક્સ્પો નિહાળવા અને ઘરના ઘરનું સ્વપ્નું સાકાર કરવા તેમજ ઇન્ટરીયર ડિઝાઇનમાં પણ લેટેસ્ટ માહિતી મેળવવા એક્સ્પોની એકવાર અચૂક મુલાકાત લેવા અનુરોધ કર્યો છે.