Abtak Media Google News
  • 27 નિર્દોષ લોકોના ભોગ લેવાની દર્દનાક ઘટનામાં સીટ દ્વારા  કરાય
  • તટસ્થ તપાસ: 365 સાહેદોના નિવેદન નોંધાયા: કાનૂની જંગ શરૂ થશે

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ગોજારી ઘટનાને આવતીકાલે બે માસ પુરા થાય છે. ત્યારે અલગ અલગ નોંધાયેલા ત્રણ ગુના અંગે કાઈમ બ્રાન્ચે સાપરાધ મનુષ્ય વધના કેસમાં પ્રથમ આરોપીની ધરપકડના 58માં દિવસે જેએમએફસી કોર્ટમાં 36 સાહેદ અને પંચના નિવેદન સાથેનું ચાર્જશીટ રજુ કર્યું છે. સસ્પેન્ડ ટીપીઓ સાગઠીયા સામે નોંધાયેલા બોગસ મિનીટસ બુક અંગેના કેસમાં ટૂંક સમયમાં કાઈમ બ્રાન્ચ દ્વારા તહોમતનામું અદાલતમાં રજુ કરવામાં આવશે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો સાગઠીયા અને ભીખા ઠેબા વિરુધ્ધ કોર્ટમાં તહોમતનામું રજુ કરશે તે પૂર્વે એસીબીને મ્યુનિસિપલ કમિશનરની મંજુર કારણે 27 વ્યક્તિઓ સળગીને ભડથુ થવાની ઘટનાના રાજયભરમાં ઘેરા પડવા લેવાની કાર્યવાહી શરૂ કરી છે. નાના મવા ખાતે આવેલા ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25 મેના સાંજે વેલ્ડીંગ કરતી વેળાએ લાગેલી આગના કિરીટભાઈ જગદીશસિંહ જાડેજા, મહેશ પડયા છે. કાઈમ બ્રાન્ચે સસ્પેન્ડ ટીપીઓ સાગઠીયા સહિત 15ની ધરપકડ છે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ મનસુખ સાગઠીયા મને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે અપ્રમાણસર મિલકત અંગેના ગુના નોંધવામાં આવ્યા છે. અગ્નિકાંડની ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં પીએસઆઈ ત્રાજીયા દ્વારા નોંધાવવામાં ખાવેલી ફરિયાદની કાઈમ બ્રાન્ચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ જાડેજા અને એસીપી ભી.બી.ભસીયા સહિતના સ્ટાફે ટીઆરપી ગેમઝોનના ભાગીદાર ધવલ ભરત ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, નિતિન મહાવીર પ્રસાદ લોયા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ ઉર્ફે અમૃત રાઠોડ, મનસુખ ધનજી સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજી મકવાણા, જયદીપ બાલુ ચૌધરી, રાજેશ નરશી મકવાણા, રોહિત આશમલ વિગોરા, ભીખા જીવા ઠેબા અને ઇલેશ વદાભ ખેરની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં દસ્તાવેજો જમા કર્યા

વેલ્ડીંગથી લાગેલી આગ ફોમને લીધે પ્રસરી: ડીસીપી ક્રાઈમ

રાજકોટના મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમઝોનમાં રાઈટ  ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેમાં 27 નિર્દોષ લોકો ભૂંજાઈ ગયા હતા આ માનવસર્જિત દુર્ઘટનામાં રાજકોટ પોલીસે 15 આરોપી સામે મૂળ 80 પેજનું અને 395 સાહેદોના નિવેદન સાથેનું દોઢ લાખથી વધુ પેજનું ચાર્જશીટ ક્રાઈમ બ્રાંચએ  બનાવના ઠીક બે મહિનામાં કોર્ટમાં ફાઈલ કર્યું છે મૃતકના પરિવારોને ન્યાય અપાવવા માટે કાનૂની જંગ શરૂ થશે.

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ નીપજયા હતા આ ઘટનાની તપાસ કર્યા બાદ  કોર્ટમાં એસીપી બી બી બસિયા અને ટીમે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હોય આ અંગે ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેસમાં 15 આરોપીઓ જેલહવાલે છે તમામ સામે તૈયાર કરેલા સજ્જડ પૂરાવા સાથેની ચાર્જશીટ ત્રણ મોટા થેલામાં ભરી કોર્ટમાં ફાઈલ કરી હતી  આ કેસમાં 365 જેટલા સાહેદોના નિવેદન, દસ્તાવેજી પૂરાવા મળી દોઢ લાખથી વધુ પેજની ચાર્જશીટ બની છે

જયારે ગેમઝોનમાંથી પેટ્રોલ કે ડીઝલ જેવો કોઈ જવલનશીલ પદાર્થ મળ્યો નથી તેવું એફએસએલમાં પણ સાબિત થાય છે આ કેસમાં હજુ પણ 173-8 મુજબ તપાસ ચાલી રહી છે ભવિષ્યમાંગુનેગાર જણાય તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ કેસમાં દસ વર્ષ સુધીની જોગવાઈ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.