વાંકાનેર શહેર તથા કુવાડવા વિસ્તારના 4ર ગામોને પાણી પુરુ પાડતો મચ્છુ-1 ઉપરવાસમાં સારા વરસાદને કારણે તથા નર્મદાના નીર ડાલવાના કારણે ઓવરફલો થવામાં માત્ર દોઢ ફુટનું છેટુ છે આવતા વીસ ગામો જેમાં હોલમઢ, જાલસીકા, કોઠી, મહીકા, રસીકગઢ, ગારીયા, લુણસરીયા, કેરાળા, જોધપર, પાંજ, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા, ધમલપર તથા વાંકાનેર શહેર તથા નિચાણ વાળા વિસ્તારને નદીમાં અવર જવર ન કરવી તથા માલ ઢોરને પણ નદીમાં અવર જવર નહી કરવા સુચનાઓ અપાઇ છે. અને સાવચેત રહેવા જણાવાયું છે. ડેમની પાણી સંગ્રહની ક્ષમતા 49 ફુટ ની છે ત્યારે હાલ ડેમની જળ સપાટી 47ાા ફુટે પહોંચવા આવી રહી છે એટલે કે ડેમ છલકાવવામાં માત્ર દોઢ ફુટનું છેટું છે.
Trending
- Nothingએ CMFના નવા ફોનની કરી જાહેરાત…
- ગીર સોમનાથ: હ્રદયની બિમારીથી પીડિત દિત્યાનું હૃદય ફરીથી પુલકિત…
- Oppo Find X8S સિરીઝને લોન્ચ કરવા આતુર…
- Audio-Technicaએ ATH-CKS50TW2 સ્ટાર વોર્સ એડિશનમાં કર્યા લોન્ચ…
- ટ્રાફિક સિગ્નલની લાઇટ લાલ,લીલી અને પીળી જ કેમ ???
- 4 થી 20 વર્ષના 65 ટકા બાળકોને મોબાઈલનું વળગણ!
- સાયબર ગઠીયા બેફામ : ટ્રેડિંગ, ટાસ્ક અને ડોલરના નામે રૂ. 24.38 લાખની ઠગાઈ
- Hondaએ નવા e-scooterની જાહેરાત કરી…