સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી જ ભુકંપના આંચકા યથાવત છે ત્યારે ગઈકાલથી આજ સવાર સુધીમાં કચ્છના રાપરમાં, પોરબંદર અને તાલાલામાં ભુકંપનો એક-એક આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રાત્રે ૧૧:૫૦ વાગ્યે કચ્છના રાપરથી ૧૨ કિલોમીટર દુર ૧.૮ની તિવ્રતાનો ભુકંપનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ રાત્રે ૮:૪૯ કલાકે પોરબંદરથી ૩૨ કિલોમીટર દુર ૨.૩ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો અને મોડીરાત્રે ૧:૧૧ વાગ્યે તાલાલાથી ૧૧ કિલોમીટર દુર ૧ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. ભુકંપના આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી અને વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ પણ આ ભુકંપના આંચકાઓથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.