હિન્દુકુશ પર્વત માળાના ત્રણ દેશોના આઠ શહેરોનાં જળ કટોકટી સર્જાય તેવી ભિતી
વિશ્ર્વમાં બદલતી જતી આબોહવા અને ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ સમસ્યા હવે ખતરાનાં નિશાનની લક્ષ્મણ રેખા, ઓળંગી ગઈ હોય તેમ હિમાલય ક્ષેત્રનાં શહેરી વિસ્તારોમાં ભારતનાં પાંચ શહેરો સહિતની વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાણીની અસુરક્ષાનું પ્રમાણ જોખમી રીતે વકરી રહ્યું છે.
હિમાલયના પ્રદેશના ભારત સહિત ૪ દેશોનાં વિસ્તારોમાં ભારતનાં પાચ મોટા શહેરો મસુરી દેવપર્યાગ, સિંગતામ, કલિંગપોંગ, અને દાર્જીલીંગના હિન્દુકુશની હિમાલય પર્વત માળાના વિસ્તારોમાં પાણીની સમસ્યાઆ અને અસુરક્ષીત પરિસ્થિતિ ભયજનક રીતે દિવસે દિવસે વધતી જતી હોવાનું ગઈકાલે પ્રકાશિત વોટર જનરલમાં દહેશત વ્યકત કરવામાં આવી છે.
પાણીની સમસ્યા અંગેના ચિતાર આપતા અહેવાલમાં જણાવવામાં આવ્યું છેકે હિન્દુકુશ પર્વતમાળાનાં શહેરી વિસ્તારમાં પાણીના દુકાળ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.જે વિસ્તારમાં પુષ્કળ પાણીનું માનવામા આવે છે.ત્યાંજ પાણીની ખેંચ ઉભી થઈ છે. ત્રણ અલગ અલગ દેશના આઠ શહેરોમાં નેપાલના,કાઠમંડુ, ભરતપુર, તાનસેન, દમોલી, પાકિસ્તાનના,મુરી હવેલીયન, બાંગ્લાદેશના, સિલહાટ અને ચિતાંગાંગા શહેરનો પાણીની અછતવાળા વિસ્તાર તરીકે અભ્યાસ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, સિમલાને આ અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યો નથી. કે જયાં ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાતી હોય, પાણીની જાળવણીની નબળી વ્યવસ્થા શહેરી આયોજન અને મોસમ આધારિત મુશ્કેલીઓનો સર્વે હાથ ધરવામા આવ્યો છે.
હિન્દુકુશ પર્વતમાળાનો આ વિસ્તાર વસંત આધારિત આબોહવા અને ૫૦ થી ૧૦૦% સુધીમાં પાણીની વિતરણ વ્યવસ્થા ૩/૪ શહેરી વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. માંગ અને પૂરવઠાની વિસંગતતાનો ગાળો ૨૦૫૦ સુધીમાં ડબલ થઈ જશે. વર્ષા આચ્છાદિત હિમપ્રદેશનો જળ વિતરણ વ્યવસ્થાઅને કુદરતી સંસ્થાનની જાળવણીના માપદંડ વચ્ચે હિમાલયના શહેરી વિસ્તારમાં પાણીની જાળવણી હવે ગંભીર રીતે કરવાની જરૂર છે.
આ તમામ વિસ્તારોમાં એક જેવી પરિસ્થિતિ ચાલી રહી છે. આઈસીઆઈ, એમઓડી સંસ્થા કે જે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, ચીન, ભારત, મ્યાનમાર નેપાળ, અને પાકિસ્તાનમાં કામ કરી રહી છે. આ સંસ્થા એ પાણીનો વપરાશા ઘટાડવાની હિમાયત કરી છે. કુદરતી જળ સંસ્થાનો, તળાવો, સરોવર, નહેરા અને નદીઓમાં વધુ પડતા પાણીના વપરાશથી કાકરા ઉડી રહ્યા છે. ભવિષ્યને ધ્યાને લઈ હિન્દુકુશ પર્વતમાળાની ૫૦% જેટલી વસ્તી શહેરી વિસ્તારોમાં ૨૦૫૦ સુધીમાં થઈ જશે. ત્યારે પાણીદાર વિસ્તારમાં દુકાળની સ્થિતિ સર્જાશે.
આ અભ્યાસમાં વધતાં વપરાશ જેટલૂ જળ સંરક્ષણ કરવું જરૂરી છે. પાણીનો વપરાશા વધી રહ્યો છે. ત્યારે શહેરી વિસ્તારમાં ઉનાળામાં નહીપણ વસંતમાં જયારે હિમવર્ષાથી પાણીની ખેંચ ઉભી થાય છે. ત્યારે માંગ વધી જાય છે.હિન્દુકુશના ૧૩ શહેરોમાં કુદરતી સંસથાની જાળવણીનો પડકાર ઉભો થયો છે. આ અભ્યાસમાં એવી સ્પષ્ટ ચેતવણી આપી છે. કે પર્વતીય વિસ્તારોમાં પાણીના કુદરતી સંસ્થાનાને પાણીને સુરક્ષીત રાખવા માટે હવે ચેતીજવાની ખાસ જરૂર છે.