આજના યુગમાં નોલેજ જ કરન્સી છે. શિક્ષણ થકી જ માનવી તેનો વિકાસ કરી શકે છે. રાજકોટનો નોખો ઈતિહાસ ઘણા શિક્ષણ શાસ્ત્રીઓનાં યોગદાનથી લખાયેલો છે. એક જમાનામાં સરકારી શાળાની બોલબાલા શહેરમાં હતી. શિક્ષણના નવા કલેવરનો યુગ 1961માં રાજકોટ કેળવણી મંડળના નેજા હેઠળ શરૂ થયો હતો.
સુધરાઈ બાદ નગરપાલિકા બનતા 1966માં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની રચના થતાં નંબર વાળી શાળાનો ઉદય થયો જે આજે પણ શરૂ છે અને અંદાજે 80 જેટલી શાળાઓ કાર્યરત છે. રાજકોટમાં 1965મા મહાત્માગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ બન્યુંને 1967માં લાલબહાદૂર શાસ્ત્રી ચેરીટેબલ ટ્રસ્ટ નિર્માણ થયું એ જમાનામાં આઈ.પી.મેશન શાખા બંધ થતા આ ટ્રસ્ટે તેને જીવનદાન આપી બેઠી કર્યા બાદ કસ્તુરબા વિદ્યાલય શરૂ કરી. ગૂરૂના હુલામણા નામે ઓળખાતા શિક્ષણ શાસ્ત્રી લાભુભાઈ ત્રિવેદીનું રાજકોટ શિક્ષણ જગતમાં મોટુ યોગદાન છે.જેના વિચારો તમે આજે પણ 30થી વધુ શૈક્ષણીક સંકુલો ચાલે છે.
સરકારી શાળાનો દબદબો 1970 સુધી આસમાને રહ્યો હતો. ધીમેધીમે ખાનગી શાળાનાં યુગમાં પણ શિક્ષણ સેવાયજ્ઞ કરનારી વિરાણી કડવીબાઈ કાંતા સ્ત્રી વિકાસગૃહ કોટક-જી.ટી. સ્કુલ આજે પણ લોકોને પોષાય તેવી ફીથી ચાલી રહી છે.એક જમાનામાં સૌરાષ્ટ્ર સ્કુલની બોલબાલા હતી. એ જમાનામાં પી.ડી.એમ. કુંડલીયા કોલેજનો જમાનો હતો.
આજની ખાનગીશાળામાં જોવા મળતું વેપારીકરણએ જમાનામાં ન હતુ. સેવા માધ્યમથી પ્રાઈવેટ પાર્ટનરશીપનાં ધોરણે શિક્ષણ શાસ્ત્રીઓનાં માર્ગદર્શન તળે ખાનગી શાળાઓ ચાલી રહી હતી. શિક્ષણ સમિતિની શાળામાંથી મનહર-પંકજ ઉઘાસ જેવા કલાકારો બોલીવુડને મળ્યા છે. સ્વ. લાભુભાઈ ત્રિવેદી-રમેશભાઈ છાયા-વિનોદભાઈ બુચ-મનસુખભાઈ જોશી, ઉષાકાંત માંકડ, અશ્ર્વિનભાઈ મહેતા અને જયંતિભાઈ કુંડલીયા જેવા શિક્ષણમાં રસ લેતા અને લોકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા હતા.
પહેલા વાલીઓ પોતાના સંતાનો શાળાએ જવા હેવાયા થાય તે માટે ઘર આસપાસ બાલમંદિરોમાં મોકલતાબાદમાં લેશન કરવાને શિખવા માટે નાના પાયે ટયુશન વર્ગો થયાને તેમાંથી આ ખાનગી શાળાનો ઉદય થયો હતો. જૂના શિક્ષણ યુગ અને આજનો શિક્ષણ યુગ વચ્ચે રાજકોટનાં છ દાયકાનો ઈતિહાસ સોનેરરી અક્ષરે લખાયેલો છે.
જૂના શિક્ષકો છાત્રોને મારતા બહુ પણ કોઈ વાલી આજની જેમ ફરિયાદ કરવા ન આવતા નસોટી વાગે ચમચમ… વિદ્યા આવે રમઝમથ ના કડક વલણથી કોઈ બાળક નબળુ રહેતું જ નહીં. સરકારી શાળાઓ નવા-નવા વિસ્તારો વધતા નવી ખૂલતી ગઈ તો સાથે ફિ વાળી શાળાઓ પણ ધીમેધીમે ખૂલતી ગઈ. કોન્વેન્ટ સ્કુલો સેન્ટમેરી જેવી શાળાઓનો પ્રારંભ થયો ને લઘુમતીઓ માટે પણ તેમની શાળાનો ઉદય થયો. આજની પ્રખ્યાત શાળાઓનાં પાયામા તેના ટયુશન કલાસીઝ રહેલા છે. બાદમાં એજ નામથી સ્વનિર્ભર શાળાનો ઉદય થયો હતો. દાનવીરોના જમીન અને બાંધકામના દાનથી માત્ર સેવા બેઝથી શરૂ કરેલ શાળાઓ આજે પણ સુંદર કાર્યકરે છે. સુશિલાબેન શેઠના ટ્રસ્ટો દ્વારા આજે 60 વર્ષેણ એટલીં જ શ્રેષ્ઠ રીતે કાંતા વિકાસગૃહ જેવી વિવિધ શાળાઓ ચાલે છે.
નંબર વાળી સરકારી શાળાને નામકરણ કરાયા
વર્ષોથી નંબર વાળી શાળા તરીકે ઓળખાતી શિક્ષણ સમિતિની શાળાને હિતેષ પંડયા ચેરમેન આવ્યા ત્યારે તેને વિવિધ નેતાના નામથી શાળાને નામકરણ કર્યા હતા. જેમકે શ્રી વિરતાત્યાટોપે પ્રાથમિક શાળા નં. 35 રાજકોટ, લોકોમાં નંબર વાળી શાળાઓ પ્રત્યે સુગ હોવાની વાતને કારણે આ પ્રયોગ સમિતિ દ્વારા કરાયો હતો. જોકે આજે સમિતિની ઘણી સરકારી શાળાઓમાં આજે પણ એડમીશન માટે પડાપડી જોવા મળે છે. સાથે ખાનગી શાળામાંથ નામ કઢાવીને તેમાં પ્રવેશ લેવડાવાય છે.