- ચાઈના સામેની વ્યાપારિક લડતમાં ચાબહાર પોર્ટ અગત્યનો ભાગ ભજવશે
- ચાબહાર પોર્ટનું સંચાલન 10 વર્ષ માટે ભારતને સોંપવા આજે ઐતિહાસિક કરાર થશે: ભારત હવે યુરોપ, રશિયા, મધ્ય એશિયા સાથે સરળ અને સુરક્ષિત રીતે વ્યાપાર કરી શકશે
લોકસભા ચૂંટણી 2024 વચ્ચે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક પગલુ લીધું છે. ભારતે આજે ઈરાન સાથે ચાબહાર પોર્ટના સંચાલન સંબંધિત કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ આ સંબંધમાં આજે ઈરાન ગયા છે. તેઓએ ચાબહાર પોર્ટનું 10 વર્ષનું સંચાલન ભારતને સોંપવા માટેના મહત્વનો કરાર કરવાના છે. ઈરાન સાથે ભારતના આ મહત્વપૂર્ણ પગલાને પાકિસ્તાન અને ચીનને પણ યોગ્ય જવાબ માનવામાં આવી રહ્યું છે.ઉપરાંત આનાથી ભારતની નિકાસ પણ વેગવંતી બનવાની છે.
આ કરાર બાદ ભારત એક દાયકા સુધી ચાબહાર પોર્ટનું સંચાલન સંભાળશે. ખાસ વાત એ છે કે આ પહેલીવાર હશે જ્યારે ભારત વિદેશમાં કોઈ પોર્ટનું કામ પોતાના હાથમાં લેવા જઈ રહ્યું છે. ચાબહાર પોર્ટ અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરેશિયન ક્ષેત્ર વચ્ચે જોડાણની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ રહેશે. આ સિવાય ભૌગોલિક રાજનીતિની દૃષ્ટિએ પણ ભારત અને ઈરાન વચ્ચે આ એક મોટો કરાર છે.
ખાસ વાત એ છે કે કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા મધ્ય એશિયાના ઘણા દેશો હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે ચાબહારનો ઉપયોગ કરવામાં રસ દાખવી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંદર મધ્ય એશિયાના બજારોમાં રસ ધરાવતા ભારતીય ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ફાયદો કરશે.
ચાબહાર માટે ભારત વર્ષોથી મહેનત કરી રહ્યું હતું!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં ચાબહારની મુલાકાત લીધી ત્યારે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની 2018 માં ભારત આવ્યા હતા, ત્યારે બંદરમાં ભારતની ભૂમિકાને વિસ્તૃત કરવા પર બંને વચ્ચે વાતચીત થઈ હતી. 2024માં વિદેશ મંત્રી એસ જયશંકરની તેહરાન મુલાકાત દરમિયાન પણ આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. હવે આ નવા કરારનો હેતુ પણ લાંબાગાળાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવો કરાર 10 વર્ષ માટે ચાલશે અને પછીથી આપોઆપ લંબાવવામાં આવશે. અગાઉના કરારમાં માત્ર શાહિદ બેહેશ્તી ટર્મિનલનો સમાવેશ થતો હતો. નવા કરાર હેઠળ ભારત ચાબહાર પોર્ટનું સંચાલન કરી શકશે. ગત વર્ષે પણ બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી વચ્ચે ચાબહારને લઈને ચર્ચા થઈ હતી. આ પછી ગાઝા સંકટને લઈને થયેલી વાતચીતમાં બંને નેતાઓ વચ્ચે ચાબહારનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ચાબહાર પોર્ટ..પણ વેગવંતી બનવાની છે.
આ કરાર બાદ ભારત એક દાયકા સુધી ચાબહાર પોર્ટનું સંચાલન સંભાળશે. ખાસ વાત એ છે કે આ પહેલીવાર હશે જ્યારે ભારત વિદેશમાં કોઈ પોર્ટનું કામ પોતાના હાથમાં લેવા જઈ રહ્યું છે. ચાબહાર પોર્ટ અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરેશિયન ક્ષેત્ર વચ્ચે જોડાણની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ રહેશે. આ સિવાય ભૌગોલિક રાજનીતિની દૃષ્ટિએ પણ ભારત અને ઈરાન વચ્ચે આ એક મોટો કરાર છે.
ખાસ વાત એ છે કે કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા મધ્ય એશિયાના ઘણા દેશો હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે ચાબહારનો ઉપયોગ કરવામાં રસ દાખવી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંદર મધ્ય એશિયાના બજારોમાં રસ ધરાવતા ભારતીય ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ફાયદો કરશે.
ચીનના બીઆરઆઈ પ્રોજેકટ સામે ભારતનો વળતો જવાબ
વાસ્તવમાં એવી યોજના બનાવવામાં આવી રહી છે કે ચાબહારને ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર એટલે કે આઈએનએસટીસી સાથે જોડવામાં આવશે. આ કારણે ભારત ઈરાન દ્વારા રશિયા સાથે જોડાશે. ફાયદો એ થશે કે ભારત પાકિસ્તાનને બાયપાસ કરી શકશે અને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી તેની પહોંચ મજબૂત કરી શકશે. તેને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ અને ચીનની બીઆરઆઈ એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો જવાબ પણ માનવામાં આવી રહ્યો છે.
ભારત મિત્ર દેશો માટે પણ ચાબહારના દ્વાર ખોલશે
પાકિસ્તાન સતત એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે મધ્ય એશિયાના દેશો આઈઓઆર સુધી પહોંચ મેળવવા માટે કરાચી પોર્ટનો ઉપયોગ કરે. તે જ સમયે, ભારત મધ્ય એશિયાના દેશોને સંકેત આપી રહ્યું છે કે ચાબહાર તેમના માટે વધુ યોગ્ય સાબિત થશે. એવા સમાચાર છે કે આર્મેનિયા પણ આઈએનએસટીસી દ્વારા ચાબહાર પોર્ટ સાથે જોડાવા માંગે છે. બીજી તરફ ભારત આગામી સમયમાં મિત્ર દેશો માટે ચાબહારના દરવાજા ખોલશે.