રર પૈકી ૧ર મતો મેળવી કોંગ્રેસે સત્તા જાળવી રાખી
જીલ્લા પંચાયત સભાગૃહમાં કલેકટર ડોડીયાના અઘ્યક્ષસ્થાને યોજાયેલ દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની ચુંટણીમાં જીલ્લામાં સત્તા જાળવી રાખવામાં કોંગ્રેસે સફળતા મેળવી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા રેખાબેન રામભાઇ ગોરીયા પ્રમુખ તથા કોંગ્રેસના પી.એસ. જાડેજા ઉપપ્રમુખ પદે વરણી કરાઇ હતી.
જીલ્લા પંચાયતમાં કુલ રર સભ્યોમાંથી ભાજપ – કોંગ્રેસ પાસે ૧૧-૧૧ સભ્યોના સંખ્યાબળ ધરાવતું હતુ પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ રેખાબેન રામભાઇ ગોરીયા પુન: કોંગ્રેસમાં આવી જતાં સમીકરણ ૧૨-૧૦ નું થઇ જતાં પ્રમુખ પદે રેખાબેન રામભાઇ ગોરીયા તેમજ ઉપપ્રમુખ પદે કોંગ્રેસના પી.એસ.જાડેજાને વિજેતા જાહેર કરાયા હતા.