કર્મચારીઓના સમર્પણ અને પ્રતિબધ્ધતાના કારણે એ પલ્સ રેન્ક મેળવવાની પરંપરા જાળવી રાખી
રાજ્યની ચાર વીજ કંપનીઓને કેન્દ્ર સરકાર દ્વારા અ પ્લસ રેન્ક આપી તેમની ઉમદા કામગીરીને બિરદાવવામાં આવી છે. વીજ કંપની દ્વારા સતત રાષ્ટ્રના નિર્માણમાં લોકોને વધુ સારી સુખાકારી અને સુવિધાઓ આપવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી લોકોને વીજ ક્ષેત્રે વિવિધ લાભો પુરા પાડવામાં આવે છે.ત્યારે આ યોજનાઓનું યોગ્ય અમલીકરણ વીજ કંપની દ્વારા નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે. પીજીવીસીએલનો મુખ્ય હેતુ લોકોને સુખાકારી પૂરી પાડવાની સાથે કંપનીનો વિકાસ કરવાનો છે.કર્મચારીઓ દ્વારા ટીમ વર્ક સાથે કામગીરી કરવામાં આવતી હોય છે.કર્મચારીઓના સમર્પણ અને પ્રતિબંધતાને કારણે અ પ્લસ રેન્ક મળવાનું શક્ય બને છે. વીજ કંપનીઓ દ્વારા સમયસર વીજની ખાદને પહોંચી વળવું,વીજ બિલની સમયસર વસુલાત કરવી, ગ્રાહકોને સમયસર સર્વિસ પુરી પાડવા સહિતની વિવિધ સુવિધાઓની નિયમિત રીતે કામગીરી કરવામાં આવતી હોય છે.જેને ધ્યાન માં રાખી કેન્દ્ર સરકાર દ્વારા તેની નોંધ લેવામાં આવે છે. અને ત્યારબાદ દરેક વીજ કંપનીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અ પ્લસ રેન્ક આપવામાં આવે છે.
કર્મચારીઓના ટીમવર્કથી જ વિશિષ્ટ કામગીરી થતી હોય છે: જે.જે ગાંધી
પીજીવીસીએલના ચીફ એન્જિનિયર ટેકનીકલના જે.જે ગાંધીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પીજીવીસીએલ દ્વારા વીજની ખાધને સમયસર પહોંચી વળવાની કામગીરીની સાથે,વીજબીલની વસૂલાત પણ સમયસર કરવામાં આવતી હોય છે.સાથોસાથ ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટેની પણ ઉમદા કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.ગ્રાહકને નિયમિત રીતે સર્વિસ પૂરી પાડવા માટે ખડેપગે કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરાવામાં આવે છે. સાથોસાથ કંપનીના એકાઉન્ટ ફાઇલની પણ સમયસર કામગીરી થતી હોય છે.15,000 કર્મચારીઓ સાથે મળીને રાજકોટ જિલ્લાના લોકોની સુખાકારી અને સુવિધાઓને સરળ બનાવવાની કામગીરી હાથ ધરતા હોય છે.