ભાજપની બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠક પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અને નિર્મલા સિતારમન હાજર રહ્યા હતા. આ બૃહદ કારોબારી બેઠકમાં 3 પ્રસ્તાવ મંજૂર થયા છે, આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહત્વની ઘોષણાઓ કરી હતી.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આગામી 1 ઓક્ટોબરથી 15 ગુજરાત ગૌરવ યાત્રા યોજાશે જેનું પ્રસ્થાન અમિત શાહ કરાવશે. 45 વિધાનસભામાં ફરનારી આ યાત્રા 4599 કિ.મી.ની હશે. આ યાત્રાનું સમાપન 16મીએ PM મોદીની ઉપસ્થિતિમાં થશે. ગૌરવ યાત્રાની વિગતો આપતાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે 1 ઓક્ટોના રોજ કરમસદથી DyCM યાત્રાનો પ્રારંભ કરાવશે જ્યારે 2 ઓક્ટો. BJP પ્રદેશ અધ્યક્ષ પોરબંદરથી યાત્રા શરૂ કરાવશે. અંતમાં તેમણે ઉમેર્યું હતુ કે ગૌરવ યાત્રાનું સમાપન અમદાવાદ ખાતે PM મોદીની ઉપસ્થિતિમાં થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.