વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય લીડર છે. વિપક્ષ કે સત્તા પક્ષના એક પણ નેતા તેમની લોકપ્રિયતાની નજીક પણ નથી. જો કે વડાપ્રધાન મોદી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયભરમાં પસંદ પામનાર નેતા છે. નરેન્દ્ર મોદી ફરી એકવખત દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ મુજબ વડાપ્રધાન મોદી 76 ટકા રેટિંગની સાથે ફરી એક વખત લોકપ્રિયતાના મામલે દુનિયાના ટોપના નેતા બની ગયા છે. આ રેટિંગ 29 નવેમ્બરથી 5 ડિસેમ્બરના ડેટાના આધારે જાહેર કરાયા છે.
ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 76 ટકા રેટિંગ સાથે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, જો બિડન આઠમા નંબરે
આ અપ્રૂવલ રેટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિસઅપ્રૂવલ રેટિંગ પણ અન્ય નેતાઓથી ઓછી છે. માત્ર 18 ટકા લોકોએ જ તેમણે નેગેટિવ વોટ આપ્યા છે તો 6 ટકા લોકોએ આ મુદ્દે કોઈ અભિપ્રાય નથી આપ્યો. વડાપ્રધાન મોદી પછી બીજા નંબરે છે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ મેન્યુઅલ છે, જેમનું એપ્રુવલ રેટિંગ 66 ટકા છે. ત્રીજા નંબરે 58 ટકા એપ્રુવલ રેટિંગની સાથે છે સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ છે. આ યાદીમાં ચોથા નંબરે છે બ્રાઝીલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વા, તેમણે 49 ટકા રેટિંગ મળ્યું છે. તો પાંચમા નંબરે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝ છે જેમણે 47 ટકા રેટિંગ મળ્યું છે.
આ યાદીમાં ઈટાલીના વડાંપ્રધાન જોર્જિયા મેલોની પણ છે. આ રેટિંગ અલગ અલગ દેશોની એડલ્ટ પોપ્યુલેશનના રેટિંગના આધારે કાઢવામાં આવે છે. જે દરેક દેશમાં સેમ્પલ સાઈઝ અલગ હોય છે. જો કે આ રેટિંગમાં ટોપ 7માં ન તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન છે કે ન તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ. પીએમ મોદી છેલ્લા ઘણા સમયથી આ લિસ્ટમાં ટોપ પર છે. તો, યુએસ પ્રમુખ જો બાઈડેન 40 ટકા એપ્રુવલ રેટિંગ સાથે યાદીમાં સાતમા સ્થાને છે, જે માર્ચ પછીની તેમની સૌથી વધુ એપ્રુવલ રેટિંગ છે.