જ્યોતિ સીએનસીના બે કર્મચારીઓ સહિત વધુ ૩ દર્દીઓ થયા સાજા: ખાનગી હોસ્પિટલમાં પણ પોઝિટિવ દર્દીઓ ડિસ્ચાર્જ થતા આરોગ્ય તંત્રમાં રાહત
દુનિયાભરમાં કોરોના કોવિડ ૧૯ વાયરસ ના કારણે હાહાકાર મચી રહ્યો છે. લાખો દર્દીઓ પોઝિટિવ અને હજારોની સંખ્યામાં મોત નિપજ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં અને ખાસ તો રાજકોટ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓને રજા આપવાની સંખ્યામાં પણ વધારો થયો છે. એક મહિનામાં રાજકોટ શહેરમાં કુલ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને કોઈ પણ દર્દીનું મોત નિપજ્યું નથી. સદનસીબે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની તબિયતમાં સુધારા સાથે વધુ સાત કોરોનાગ્રસ્ત દર્દીઓને સાજા કરી રજા આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ ડિસ્ચાર્જ થતા આરોગ્યતંત્રમાં પણ રાહતનો શ્વાસ અનુભવાયો છે.
રાજકોટમાં મેટોડા સ્થિત જ્યોતિ સીએનસી કંપનીના મયુરધ્વજસિંહ ઝાલા અને પ્રિયદર્શનસિંહ જાડેજા ને કોરોનાનો ચેપ લાગતા તેઓને શહેરની સિનર્જી હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૫ દિવસની તબીબોની મેહનત સાથે પરિવારની આસ્થા સાથે બન્ને મિત્રોની હિંમત સામે કોરોનાને પણ માથું જુકાવું પડ્યું હતું. ગઈ કાલે મ્યુર્ધ્વજસિંહ ઝાલા અને પ્રિયદર્શનસિંહ જાડેજા ના રિપોર્ટ કરાવતા કોરોના નેગેટિવ આવતા તેઓને હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી. આ સાથે બન્નેના મિત્ર જીતેન્દ્ર સાવલિયા ને પણ કોરોના પોઝિટિવ આવતા તેમને ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેય મિત્રોને એક સાથે જ કોરોનાને મ્હાત આપી એક જ દિવસે ત્રણેય મિત્રોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
દુબઈથી આવ્યા બાદ મયુરધ્વજસિંહ ઝાલાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પ્રિયદર્શનસિંહ જાડેજા અને જીતેન્દ્ર સાવલિયા તેના સંપર્કમાં આવતા તેમને પણ ચેપ લાગુ પડ્યો હતો. ત્યાર બાદ ત્રણેય મિત્રો એકબીજા સાથે વિડીયો કોલમાં વાત કરી મજાક મસ્તી કરતા હતા. સાથે કોરોનાનો ચેપ લાગવામાં કોઈનો વાંક ન હોય તેવું આશ્વાસન પણ આપતા હતા. ત્યારે ત્રણેય મિત્રોએ કોરોનાને એક સાથે મ્હાત આપતા ખુશી નો માહોલ છવાઈ રહ્યો છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન સિનર્જી હોસ્પિટલના ડોકટર જયેશ ડોબરીયાએ જણાવ્યું હતુ કે હાલમાં બધી જ જગ્યાએ એક જ સમાચાર છે. કોરોના કોરોના ત્યારે બધાના મગજમાં એક ડર આવી ગયો હોય તેવું લાગે ત્યારેઆ ડર વચ્ચે અમારી સિનર્જી હોસ્પિટલમાંથી બે દર્દીઓ સાજા થઈ પોતાની ઘરે જઈ રહ્યા છે.ત્યારે અમને તોઆનંદ છે. જ સાથોસાથ રાજકોટ ખૂબજ સાવચેતીથી કોરોનાને લડત આપી રહ્યું છે. હું જણાવું કે જયોતીસીએનસીમાં કામ કરતા અને ફ્રાન્સથી આવેલ પ્રિયદર્શનસિંહને બાઈલેટલ ન્યુમોનિયા થયેલો ત્યારે દાખલ થયા અને ૧૫ દિવસની સારવાર બાદ પૂરી રીતે સાજા થઈ પોતાના ઘેર જઈ રહ્યા છે. તથા બીજા મયુરધ્વજસિંહ ઝાલા જેઓ દુબઈથી આવ્યા હતા તેઓને કોરોનાના લક્ષણો જણાતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા આજ તેઓ પણ સાજા થઈ તેમના ઘરે જઈ રહ્યા છે. ત્યારે સામે ઘણા નવા કેસો પણ વધી રહ્યા છે. એક તરફ ખુશી છે કે બે વ્યકિત સાજા થયા અને ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની ખૂબજ જરૂરી છે. નાના બાળકોને કોરોના વિશે માહિતી આપીએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન જયોતી સીએનસીનાં માલીક પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે અમારી કંપનીમાં કાર્યકરતા પ્રિયદર્શનસિંહ જાડેજા જેઓ કામ અર્થે ફ્રાન્સ ગયેલ તેઓ જયારથી ફ્રાન્સથી આવેલ ત્યારથી જ ખૂબજ સાવચેતી રાખીને પોતે જ સેલ્ફ કવોરોન્ટાઈન થયા હતા. અને તબીયત બગતા તેઓ સિનર્જીમાં એડમીટ થયા અને કોરોના પોઝીટીવ આવતા ૧૫ દિવસની સારવાર બાદ સજા થઈ પોતાના ઘરે પરત જઈ રહ્યા છે. ખૂબજ ખુશીની વાત છે. તે બદલ હું ડો. જયેશ ડોબરીયા અને તેમની ટીમનો દિલથીઆભાર વ્યકત કરૂ છું.