- વિશ્ર્વયોગ દિવસ ઉજવવા સૌરાષ્ટ્રના પાટનગરમાં થનગનાટ
- મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સાંસદ રૂપાલા, ધારાસભ્ય ટીલાળા, ડે.મેયર જાડેજા સહિતના પ્રતિનિધિઓ રહ્યા હાજર
માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંધની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જુનના દિવસને ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.21મી જુન વિશ્વ યોગ દિવસ નિમિતે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ છે. મેયર નયનાબેન પેઢડીયાનાં અધ્યક્ષ સ્થાને તા.14-06-2024ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિ. કમિશનરઓ સ્વપ્નિલ ખરે અને હર્ષદ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિન નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં (1) સેન્ટ્રલ ઝોન, રેસકોર્ષ મેદાન, વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન, ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ છે.
આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું હતું કે, આપણે ત્યાં એ ખુબ જાણીતી ઉક્તિ છે કે, યોગ ભગાડે રોગ, પહેલું સુખ તે જાતે નર્યા, દવાથી જે રોગ ન મટે તે યોગથી મટે, યોગ માનવ જાતને આપણી રૂષિ પરંપરા વખતથી મળેલી એક અણમોલ ભેંટ છે.
સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, યોગ એ સૈકાઓથી આપણો પ્રાચીન વારસો રહ્યો છે, તેને સમગ્ર વિશ્વ કક્ષાએ ઉજાગર કરવાનો પ્રયત્ન આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.
આ અવસરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે એમ કયું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગનો ફેલાવો કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે.
આ મીટિંગમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી હર્ષદ પટેલ દ્વારા સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી તેમજ અંતમાં આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી દ્વારા કરવામાં આવી હતી.
આ મીટિંગમાં આર્ટ ઓફ લિવિંગ, બ્રમ્હાકુમારી, પતંજલિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રાષ્ટ્રીય શાળા, સ્વ-નિર્ભર શાળા, સ્પોર્ટ્સ કાઉટ, ઇયશક્ષલ ઊંશક્ષમ ઋજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ, નવશક્તિ સ્કૂલ, જીજાબાઈ સ્વિમિંગ પુલ, ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, મેંગો પીપલ પરિવારના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.