ગોકુલોત્સવજી મહારાજની આગેવાનીમાં વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાશે
રાજકોટના આંગણે ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે તા.૧૫ માર્ચથી લઈ ૨૧ સુધી પદ્મશ્રી એવમ્ પદ્મ ભૂષણ ડો.ગોકુલોત્સવજી મહારાજની અધ્યક્ષતામાં ૨૦ ફેબ્રુઆરીના રોજ સવારે યજ્ઞ તેમજ ભૂમિ પૂજનનું આયોજન વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. ગૌમાતા લાભાર્થે થનારા સોમયજ્ઞમાં મહાન ફિલોસોફર સંગીતાચાર્ય વાજપઈ, સર્વતોમુખી સોમીયાજી દિક્ષીત ગુ‚ પિઠાધીશ્વર વલ્લભસંપ્રદાચાર્ય ગોકુલોત્સવજી મહારાજ તેમજ સોમીયાજી દિક્ષીત યુવરાજ ડો.યુજોત્સવજી મહોદયના અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ, પ્રાણી માત્રના કલ્યાણ અને સૌભાગ્યની સંમપ્રાપ્તીના હેતુથી ગોવર્ધન શાળા પરિવાર તેમજ વૈષ્ણવ મંડળ દ્વારા સોમયજ્ઞ વિષ્ણુ ગોપાલ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે સંસ્થાના આગેવાનો અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ૧૦૦૦ રાજયસૂર્ય યજ્ઞથી ૯ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ધર્મપ્રેમી જનતાને આ દિવ્ય અને ભવ્ય સનાતન ધર્મોત્સવમાં ગૌવર્ધન ગૌશાળા પરિવાર તેમજ વૈષ્ણવ મંડળ તરફથી આમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવવા જેરામભાઈ વાડોલીયા, જગદીશભાઈ હરિયાણી, બ્રિજેશભાઈ પટેલ, અરવિંદભાઈ પાટડીયા, અંતુભાઈ ધોળકીયા, અરવિંદભાઈ ભેંસાણીયા, સુરેશભાઈ રૈયાણી, નવનીતભાઈ ગજેરા, એન.કે.પોપટ, લક્ષ્મણભાઈ સાવલીયા અને હરેશભાઈ મદાણી જહેમત ઉઠાવી રહ્યાં છે.