શ્રીજી ગૌશાળા ન્યારા દ્વારા આયોજન
જૈનાગઢના પ્રસિઘ્ધ લોકગાયક રાજુ ભટ્ટ અને નીરૂ દવે જમાવશે રાસની રમઝટશ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામોની વણઝાર સ્વાદના શોખીનો માટે કાઠીયાવાડી કસ્બો શરૂ
પટાંગણમાં નવનિર્મિત શ્રીજી નર્સરીનું સાધુ-સંતો અને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ
દેશી ફુલ-ઝાડા, ફાળઉ રોપાનો ઉછેર અને વિતરણકાર્યક્રમને સફળ બનાવવા ગૌ પ્રેમીઓ ‘અબતક’ની મુલાકાતે
ગૌપ્રમેખી ખેલૈયાઓ વાગ્યાથી શ્રીજી ગૌશાળા ન્યારા માટે આગામી તા. ૨૮-૧૦ ને રવિવારની સાંજે ૭ વાગ્યાથી શ્રીજી ગૌ શાળા ન્યારા દ્વારા શરદ રાસોત્સવ નું આયોજન કરાયું છે.
રવિવારની સાંજે સૌ ખેલૈયાઓને જુનાગઢના સુપ્રસિઘ્ધ લોક ગાયક અશોક ભટ્ટ અને કુ. નુરી દવે એમના સાથીવૃંદના તાલે ગૌમાતાના આંગણે રાસ રમવા જાહેર નિમંત્રણ કરાયું છે. આ રાસોત્સવમાં ટ્રેડીશનલ વેશભુષામાં સજજ ખેલૈયાઓમાં બાળકો (પ થી ૧પ વર્ષ) યુવાનો (૧૬ થી ૪૦ વર્ષ) પ્રૌઢો (૪૦ થી ઉપર) ના એમ ત્રણેય જુથના ૩-૩ શ્રેષ્ઠ ખેલૈયાઓ તેમજ ૨-૨ શ્રેષ્ઠ વેશભૂષાના વિજેતાઓને ગૌસતય પ્રોડકટોની કીટોના લાખેણા ઇનામોન પ્રાપ્તી થશે.
રાસોત્સવ દ્વારા સ્વાદ શોખીનો માટે ઓર્ગેનીક અને ગ્રામીણ વાનગીઓનું એક ગામઠી રેસ્ટોરન્ટ કાઠીયાવાડી કસ્બો શરુ કરવામાં આવ્યું છે જેના માઘ્યમથી સંસ્થાની દેખરેખ નીચે રાજસ્થાની બ્રાહ્મણ રસોઇઆના હાથે તૈયાર થતી સ્વાદીષ્ટ ગામઠી વાનગીઓનો રસથાળ અને એ પણ દેશી ચુલા પઘ્ધતિથી રંધાયેલો જમવાનો વિષય અવરસ કીફાયતી ભાવથી આયોજીત કરવામાં આવ્યો છે.
સાથો સાથ રાસ રસીક ખેલૈયાઓ માટે ફ્રુડઝોનની પણ વિશેષ વ્યવસ્થા આયોજીત કરવામાં આવી છે. જે દ્વારા આબાલ વૃઘ્ધ સૌ કોઇને ભાવના વ્યંજનો એકદમ ટોકનદરે ઉ૫લબ્ધ થશે મહોત્સવને સફળ બનાવવા પ્રભુદાસભાઇ તન્ના, જયંતિભાઇ નગદીયા, વિનુભાઇ ડેલાવાળા, રમેશભાઇ ઠકકર, ભુપેન્દ્રભાઇ ધામેચા તથા બીપીનભાઇ બંસરીએ અબતકની મુલાકાત લીધી હતી.
ગૌ સેવા ગૌસંવર્ધન ક્ષેત્રે ર૪ વર્ષથી કાર્ય કરતી શ્રીજી ગૌશાળા ન્યારા (રાજકોટ) ખાતે દેશી વૃક્ષોના વાવેતર ઉછેર સાથે ગૌપરિવારને રમણીય બનાવવાનો એક પ્રયાસ ર-દશકાઓથી ચાલી રહ્યો છે. અને આજે સફળ હર્યુ ભર્યુ બન્યું છે.
પર્યાવરણ રક્ષાની એજ શ્રેણીમાં સંસ્થા હવે નર્વરીના ક્ષેત્રમાં આગળ વધી ઘર આંગણે વિવિધ પ્રકારના ફુલ ઝાડ દેશી તેમજ ઔષધિક વૃક્ષો સાથે ફળાઉ ઝાડવાઓના રોપાઓના ઉછેર સાથે તદ્દન વ્યાજબી ભાવોમાં એના વિતરણ હેતુથી એક ગાર્ડન નર્સરીનું નિર્માણય કર્યુ છે.
સંસ્થામાં એક વિશાળ શ્રીજી નર્સરી ના નિર્માણ દ્વારા દેશી ફુલ ઝાડ ઔષધિક એવા ફળાઉ ઉપરાં આદી (પ્રાચીન) વૃક્ષોના રોપા ઉછેર સાથે વાવેતર સહીતની વ્યવસ્થા આયોજન કરવામાં આવી રહી છે.
આગામી રવિવારની સાંજે ૫.૩૦ વાગ્યે સંતો મહંતો અને પર્યાવરણ પ્રેમી મહાનુભાવો વિશેષોની ખાસ ઉ૫સ્થિતિ માં શ્રીજી નર્સરી ફાર્મનુ ઉદધાટન વિધી આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્થાના દ્વારા ઉપરોકત નર્સરી ફાર્મ ના માઘ્યમથી વૃક્ષ પ્રેમીઓને ઘર આંગણે બંગલોઝ કે ફલેટ તેમજ પોતાના ફાર્મ હાઉસમાં વાવવા માટે વિવિધ પ્રકારના વૃક્ષ રોપાઓ જેવા કે કરંજ, પીપળો, લીમડો, જેવા આદિ વૃક્ષો તુલસી, ફુદીનો, લીલી ચા, લીમડાની ગળો, જેવા ઔષધિક રોપાઓ આંબા, જામફળી, સીતાફળી, ચીકુ, રામફળ, પેશન ફુટ, હનુમાન ફળ, જેવા ફળાઉ વૃક્ષો ઉપરાંત દેશી ગુલાબ, મોગરો, જાસુદ (એકઝોરા) ચમેલી, રાતરાણી સહીત બધા જ પ્રકારના ફુલ ઝાડ રોપાઓ તેમજ ગૃહ સુશોભન માટેના ફોકસ ટેલ, બોરલ પામ, એરીકા પામ, ક્રીસમસ ટ્રી, બાંબુ સહીત ૩૦ થી વધુ પ્રકારના ડેકોરેટીવ પ્લાન્ટ ગૌ શાળાની નર્સરીમાં જ વાવેતર ઉછેર કરી તદ્દન વ્યાજબી કિંમતોમાં વૃક્ષ પ્રેમીઓને ઉ૫લબ્ધ કરાવવા સંસ્થા આયોજન કરી રહી છે.
સંસ્થાના આ પર્યાવરણ વિષયક મીશનમાં પ્રભુદાસભાઇ તન્નાની આગેવાનીમાં અને કુ. નીતા પટેલના નિર્દેશન સંરક્ષણ હેઠળ ૩૦ થી વધુ ગૌ પ્રેમી કાર્યકર્તાઓ કાર્ય સેવા બજાવી રહ્યા છે. વધુ માહીતી માટે નર્સરી ઇન્ચાર્જ નીતા પટેલ મો. નં. ૯૮૨૫૭ ૬૫૬૧૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.